રાજ્યમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ ઘટતી હોય છે, જેમાં કેટલાય લોકોના મોત થતા હોય છે, પણ અમદાવાદમાં 19 જુલાઈના રોજ મોડી રાત્રે એવી હિટ એન્ડ રનની ઘટના ઘટી કે, શબ્દોમાં વર્ણવી ન શકાય. પૂરપાટ ઝડપે આવતી જગુઆર કાર ચાલકે કેટલાય લોકોને અડફેટે લેતા 9 લોકોના મોત નિપજ્યા જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચારો છે. ઘટનાને પગલે પોલિસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, આ અકસ્માતમાં નવ લોકોના કરુણ મોત થયા હતા. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમ ગાર્ડનું પણ મોત થયું હતું, જ્યારે 15થી 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેને જોવા માટે લોકો ભેગા થયા હતા. આ સમય દરમિયાન રાજપથ ક્લબ તરફથી આવી રહેલી જગુઆર કાર ચાલકે લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં બ્રિજ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ઘટનાને પગલે પોલીસે ઇસ્કોન બ્રિજ બંધ કરાવ્યો હતો. પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકોનો સમાવેશ થાય છે.
અકસ્માતને પગલે સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજર, એસીપી જી.એસ શ્યાન, ટ્રાફિક પોલીસ સ્ટેશનના બે પીઆઇ અને સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો કાફલો સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.
મળતી જાણકારી અનુસાર, શહેર ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતાં ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર કાર ઘૂસી જતા મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેને જોવા માટે લોકોના ટોળા ભેગા થયા હતા. પરંતુ તે સમયે 180ની સ્પીડમાં આવી રહેલી જગુઆર કારે લોકોને કચડ્યા હતા. જેમાં કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહ સહિત 9 લોકોનાં મોત હતા. જ્યારે 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મૃતકોના મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અકસ્માત સર્જનાર જગુઆર ચાલકને સારવાર માટે સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મૃતકો
1- નિરવ રામાનુજ -22 વર્ષ ચાંદલોડિયા
2- અમન કચ્છી 25 વર્ષ – સુરેન્દ્રનગર
3- કૃણાલ કોડિયા ઉંમર 23 વર્ષ – બોટાદ
4- રોનક રાજેશભાઇ વિહલપરા ઉંમર 23 – બોટાદ
5- અરમાન અનિલ વઢવાનિયાં -ઉંમર 21 સુરેન્દ્રનગર
6- અક્ષર ચાવડા – ઉંમર 21 બોટાદ
7- ધર્મેન્દ્રસિંહ -40 વર્ષીય ઉંમર ટ્રાફિક SG2 પોલીસ સ્ટેશન,પોલીસકર્મી
8- નિલેશ ખટિક ઉંમર 38 વર્ષીય, જીવરાજ પાર્ક હોમગાર્ડ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ