મોડાસા સાંઈ મંદિર થી સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારને જોડતો રોડ ખોદી નાખ્યા પછી અધૂરો છોડી દેવામાં આવતા સ્થાનિકોનો ચક્કાજામ
પવિત્ર અધિક માસમાં ખરાબ રોડના પગલે વૃધ્ધો ભક્તિ વિહોણા બન્યા
વૃદ્ધનો આક્રોશ ચરમસીમાએ ખરાબ રોડથી કમ્મરની તકલીફ થાય તો ઓપરેશનના પૈસા કોણ આપશે
મોડાસા નગરપાલિકા ગરીબો સામે અન્યાય કરી રહી છે ગ્રાંટના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં વિકાસના કામોના ખાડા થી શહેર ખાડા નગરીમાં પરિવર્તીત થઇ ગઈ છે શહેરના મોટા ભાગના વિસ્તારના માર્ગ કાદવ-કીચડથી ઉભરાઈ રહ્યા છે ઠેર ઠેર ભુવા પડતા નગરપાલિકા તંત્ર ભુવા પુરવા માટે દોડાદોડ કરી રહી છે મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ સાંઈ મંદિર થી સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારને જોડાતો રોડ ચાર મહિના અગાઉથી બની રહ્યો છે રોડ માં ભ્રષ્ટાચાર થતો હોવાથી સ્થાનિક લોકોએ રોડનું કામ અટકાવ્યા બાદ રોડ કામ કરતી એજન્સી કામ બંધ કરી દેતા સમગ્ર રોડ પર ખાડા અને કાદવ- કીચડ થતા રોડ પરથી પસાર થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તાત્કાલિક રોડ નિર્માણની માંગ સાથે ચક્કાજામ કર્યો હતો
સાંભળો સત્તાધિશો, લોકો હવે સહન કરવા માંગતા નથી, શું કહ્યું….
મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ સાંઈ મંદિરથી સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારને જોડાતા માર્ગ પર ઠેર ઠેર ખાડાઓ અને કાદવ-કીચડ થતા સ્થાનિક લોકો અને વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા છે અને નગરપાલિકા તંત્ર કે વોર્ડમાં ચૂંટાયેલ કોર્પોરેટર સર્વોદય નગર વિસ્તારનું ધ્યાન નહીં આપતા હોવાના આક્ષેપ સાથે રોડ બ્લોક કરી સ્થાનિક યુવાનો,રિક્ષાચાલકો, મહિલાઓ અને સૌ કોઈએ નગરપાલિકાના કોર્પોરેટરો અને તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મત લેવા દોડતા પદાધિકારીઓ કે કોર્પોરેટરો 5 વર્ષ સુધી દેખાતા નથી મોદીના નામે જીત મેળવે છે કોર્પોરેટરોને નાગા કરી મારવા જોઈએ સહીત અનેક વાકબાણ ચલાવ્યા હતા પેવર બ્લોક પર રોડ બનાવવામાં આવતો હોવાની સાથે રોડ કામમાં ભારે ભ્રષ્ટાચાર થતો હોવાનો સનસનીખેજ આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો વોર્ડના ચૂંટાયેલ કોર્પોરેટરો, સત્તાધીશો અને પાલિકાના અધિકારીઓને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નક્કર કામગરી કરવામાં ન આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો