અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં ફરીથી પલટો જોવા મળ્યો હતો. હવામાન વિભાગે કરેલી આગાહીની અસર જિલ્લાના મોડાસા અને ભિલોડા પંથકમાં જોવા મળી હતી. સમી સાંજે ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં અસહ્ય બાફ અને ઉકળાટ ભર્યા માહોલ વચ્ચે સમી સાંજે આકાશમાં કાળા ડિંબાગ વાદળો ધેરાયા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો.ખેતરોમાં લહેરાતા ખેતીના વિવિધ પાકોને જીવતદાન મળ્યું છે.ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી.ભિલોડામાં નિચાણવાળા અનેક રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી હતી.