અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે ભિલોડા પંથકમાં આતંક મચાવનાર અને જીલ્લાના માર્ગે મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર હત્યારા અને પોલીસ પર હુમલો કરવામાં પંકાયેલા કુખ્યાત સૂકા ડુંડ અને તેની ગેંગના ૧૮ ગુંડાઓને ગુજસીટોક હેઠળ ગુન્હો નોધી એક જ ઝાટકે પૂરા કરી નાખી પોલીસે એક એકની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા ગુજસીટોકના ગુન્હાના છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા મોટા ડોડીસરાના કુખ્યાત બુટલેગર મણીલાલ ઉર્ફે કાળુ નિનામાને જીલ્લા એલસીબી પોલીસે મોડાસા હજીરા વિસ્તારમાંથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમ જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે ગુજસીટોકના ગુન્હાનો મોટા ડોડીસરા ગામનો મણીલાલ ઉર્ફે કાળુ ચીમન નિનામા નામનો આરોપી મોડાસા હજીરા ત્રણ રસ્તા પર ઉભો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ તાબડતોડ હજીરા વિસ્તારમાં ત્રાટકી પોલીસ પર હુમલો કરવામાં માહેર મણીલાલ ઉર્ફે કાળુ નિનામાને કોર્ડન કરી દબોચી લેતા છેલ્લા બે વર્ષથી પોલીસને હાથતાળી આપતા બુટલેગરના મોતિયા મરી ગયા હતા મણીલાલ ઉર્ફે કાળુ નિનામાની અટકાયત કરી મોડાસા ટાઉન પોલીસને સુપ્રત કરવા તજવીજ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી