મોરવા હડફ,પંચમહાલ
પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના વાડોદર ગામે યુવતી ભગાડી જવાની બાબતે પરિવારના સભ્યો એકસંપ બનીને મારક હથિયારો લઈને અમારા ઘરની છોકરી ભગાડી ગયો છે પરત લાવીને નહી આપો તો ઘરબાર અને બધાને પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દઈશુ. તેમ કહીને ધમકી આપીને છોકરાના ઘરના મોભીને ઘરેથી દોરડે બાંધીને લઈ આવી ઝાડ સાથે બાંધી દઈને માર માર્યો હતો.આ મામલે આ માર મારવાનો વિડિયો સોશિયલ મિડીયામાં પણ વાયરલ થયો હતો.આ મામલે માર મારનારા 18 જેટલા લોકો સામે મોરવા હડફ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામા આવી છે.
પંચમહાલ –દાહોદ જીલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પ્રેમપ્રકરણ મામલે અણસમજુ લોકો દ્વારા કાયદો હાથમાં લેવાની ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવતી રહે છે. જેમા મહિલા અને તેના પ્રેમીને બાંધીને માર મારવો,પ્રેમીને મુંડન કરીને ગામમા ફેરવો, સહિતની ઘટનાઓ બનતી હોય છે. મોરવા હડફ તાલુકાના વાડોદર ગામમા પણ આવી ઘટના પ્રકાશમાં આવતા અને વિડિયો વાયરલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે. જેમા વાડોદર ગામમા રહેતા રમેશભાઈ રાઠોડ ઘરે હતા તેમના જ ગામના કેટલાક ઈસમો એક સંપ કરીને આવ્યા હતા,તેમા કેટલીક મહિલાઓ પણ આવી હતી. અને કહેવા લાગ્યા હતા કે તારો ભાઈ દેવેન્દ્ર અમારી છોકરીને ભગાડી ગયેલ છે. જો તમે અમારી છોકરીને નહી લાવી આપો તો તમને જીવતા છોડીશુ નહી. તેમ કહીને ઘરમા તોડફોડ કરી હતી. પછી બાઈક પર બેસાડીને ગામમા આવેલા મંદિર પાસે લઈ ગયા હતા. અને દોરડું લઈ આવીને બાંધી દીધા હતા. સાથે આવેલા માણસો અમારી છોકરી આપી દો નહી તો અમે ઘર સળગાવી દઈશુ.સાથે માર પણ માર્યો હતો,તેટલામાં અન્ય ગામના લોકો આવી જતા રમેશભાઈને છોડાવ્યા હતા.ત્યારબાદ રમેશભાઈ રાઠોડને મોરવા હડફ રેફલર હોસ્પિટલ ખાતે લઈ સારવાર કરાવી હતી.આ મામલે રમેશભાઈ રાઠોડ દ્વારા તેમના પર હુમલો કરનારા ઈસમો સામે મોરવા હડફ પોલીસ મથકે ફરિયાદ નોધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.