ગોધરા,
અમદાવાદ શહેરના સરખેજ- ગાંધીનગર હાઈવે પર ઈસ્કોન બ્રીજ પર થયેલા ગોઝારા અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા.જેમા મોતને ભેટનારાઓમાં પંચમહાલ જીલ્લાના મુળ વતની એવા અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા ટ્રાફિક કોન્સ્ટેબલ જસવંતસિંહ ચૌહાણ નો પણ સમાવેશ થાય છે.તેમના અવસાનથી તેમના પરિવાર અને ગામના શોકનો માહોલ છવાયો હતો. તેમના પરિવારમા તેઓ પત્નિ,પુત્ર અને પુત્રીને વિલાપ કરતા મુકી ગયા હતા.આજે તેમના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં સાંપા ગામ સહિત આસપાસના ગામના લોકો પણ જોડાયા હતા.
અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રીજ પર થાર ગાડી અને ટ્રક વચ્ચે અક્સ્માત સર્જાયો હતો.જેની માહિતી મળતા એસ.જી.હાઈવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જસંવતસિંહ રંગીતસિંહ પરમાર અને અન્ય પોલીસકર્મી અને હોમગાર્ડ ઈસ્કોન બ્રીજ પહોચ્યા હતા.તે સમયે માંતેલા સાંઢની જેમ આવેલી જગુઆર કારે અડફેટે લીધા હતા.જેમા અન્ય મદદ કરવા આવેલા લોકો પણ ઝપાટામા આવી ગયા હતા.જેમા જસવંતસિહ રંગીતસિંહ પરમારને પણ ગંભીર ઈજાઓ થતા તેમનું મોત થયું હતુ. તેમના પરિવારમા તેમના મોતની જાણ થતા પરિવારમાં પણ શોક છવાયો હતો. અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા જસંવતસિંહ રંગીતસિંહ ચૌહાણ મુળ પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકા સાંપા ગામના વતની હતા. તેમના પરિવારમાં તેમના પત્ની અને પુત્રી જાગૃતિ અને પુત્ર અમુલ કુમાર છે. તેઓ 26 વર્ષથી પોલીસમાં ફરજ બજાવતા હતા. અમદાવાદ ખાતે એસજી હાઈવે પોલીસ મથકમા હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને નવા રાયખડ પોલીસ લાઈન ખાતે રહેતા હતા.તેમના મૃતદેહને માદરે વતન સાંપા ખાતે લાવામા આવ્યો હતો.જ્યા તેમનુ પરિવાર અને ગામ હિબકે ચઢ્યુ હતુ. પંચમહાલ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને તમના ભારે હૈયે અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા.
પુત્રનો રડતી આંખે વિલાપ કહ્યુ તથ્ય પટેલને ફાંસી આપો પુત્ર
અમદાવાદ ઈસ્કોન ખાતે થયેલા અકસ્માતમા મોતને ભેટેલા હેડ કોન્સ્ટેબલ જસવંતસિંહ પરમારના પુત્રએ ભારે હદયે અને રડતી આંખે જણાવ્યુ હતુ.અમારા ઘરનો દિવો ઓલવાઈ ગયો છે. પાપીઓને છોડવા જોઈએ નહી નિર્દોષોને કચેડી નાખના તથ્ય પટેલને ફાંસીની સજા થવી જોઈએ તેમને છોડવા જોઈએ નહી.જે ન હોતુ થવાનુ થઈ ગયુ છે.આમા નિર્દોષોનો ભોગ લેવાયો છે.
બેટા હુ સવારે આવી જઈશ અને સવારે પપ્પાના મોતના ખબર આવ્યા, પુત્રીનો ચોધાર આસુએ વિલાપ
અકસ્માતમા મોતને ભેટલા જસંવતસિંહ ની પુત્રીએ જણાવ્યુ હતુ કે મારા પપ્પાને રાતે ફોન આવ્યો હતો અને મારા ખબર અંતર પુછ્યા હતા. તે ખાધુ કે નહી. અને સવારે આ રીતે તેમના મોતના સમાચાર આવ્યા.એટલુ બોલતા જાગૃતિ ચોધાર આસુંએ રડી પડી હતી.