ભિલોડા,તા.૨૧
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે કાર્યરત માતૃશ્રી આર.જે.તન્ના પ્રેરણા મંદિર વિદ્યાલય શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે-સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ હંમેશા અગ્રેસર છે.પ્રેરણા વિદ્યાલયમાં એન.સી.સી બટાલીયન,હિંમતનગરના કમાન્ડીંગ ઓફિસર કર્નલ સંજીવકુમારએ અચાનક પ્રેરણા વિદ્યાલયની મુલાકાતે આવ્યા હતા.એન.સી.સી યુનિટ ચાલી રહ્યું છે.હાલ આર્ટ્સ કોલેજ,રાજેન્દ્રનગર ખાતે ૧૦ દિવસના કેમ્પમાં શાળાના ૫૦ જેટલા કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે.કમાન્ડીંગ ઓફિસરે શાળાની તમામ માહીતી મેળવી હતી.પ્રાર્થના સભામાં હાજરી આપી વિદ્યાર્થીઓને આર્મીનું મહત્વ સમજાવ્યું સાથે – સાથે આર્મી માટે ભારત દેશ પ્રથમ છે પછી પરીવાર આવે છે.એડમ અજયકુમાર, વિજયનગર એ.પી.ઠાકર, વિદ્યાલય, રાજપુર / એન.સી.સી ઓફિસર, જયેશભાઈ પટેલ સહિત સંસ્થાના સંચાલક દામુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતી.આચાર્ય રમણભાઈ પટેલએ પ્રેરણા વિદ્યાલયના પરીણામ સહિત અન્ય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રેરણા વિદ્યાલય, એન.સી.સી ઓફિસર દિનેશભાઈ ચૌધરીએ કર્યું હતું.
અરવલ્લી: ભિલોડા માતૃશ્રી આર.જે.તન્ના પ્રેરણા મંદિર વિદ્યાલયમાં કમાન્ડીંગ ઓફીસરે મુલાકાત લીધી
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -