41 C
Ahmedabad
Saturday, May 25, 2024

પોલિસ મજબૂત પુરાવા નહીં મુકે તો કુદરત પીડિત પરિવારને મજબૂત બનાવશે, કોઈનું સારૂ ન કરો તો કાંઈ નઈ, પણ જવાબદારી તો નિભાવો….


સમગ્ર રાજ્યમાં અકસ્માત જેવી ઘટનાઓ બનતી હોય છે અને કેટલીક ઘટનાઓ દબાઈ જતી હોય છે. જો ઘટના વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો તેને મહદઅંશે ન્યાય આપવામાં માટેનો મજબૂરીથી પોલિસ પ્રયાસ કરે છે, પણ કેટલાક કિસ્સાઓમાં ફરિયાદી નબળો કે આર્થિક રીતે મજબૂત ન હોય તે તેની સામે જોવાતુ પણ નથી. આવા પરિવારોના અંતરાત્માથી નિકળેલા કટુવચનો એ તપાસ અધિકારીઓને ભવિષ્યમાં કુદરત બતાવી દે છે.

Advertisement

ન્યાય આપવા માટે તો નામદાર કોર્ટ છે પણ કોર્ટ સુધી મજબૂત પુરાવા મુકવાની જવાબદારી પોલિસની હોય છે, પણ પોલિસ કેટલીકવાર મોટા માથાઓના દબાણ કે, ભારે વજનને કારણે તેઓ બેક ફૂટ પર આવી જતા હોય છે અથવા તો પુરાવા નાજૂક કરી દેતા હોય છે, આવા કિસ્સાઓ ઘણાં બન્યા છે, પણ કુદરતના દરબારમાં અન્યાય કરનારને ચોક્કસથી તમાચો જ મળે છે. ખેર વાત અરવલ્લી જિલ્લાની કરવામાં આવે તો, થોડા સમય પહેલા બેદરકારીને લીધે નિર્માણાધિન બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું, પણ હજુ પરિવાર ન્યાયની ભીખ માંગી રહ્યો છે, પણ આવા કઠણ દિલના અધિકારીઓ કોણ જાણે શું કરે છે તે કોઈને ખ્યાલ આવતો નથી.

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના માલપુર રોડ પર  25 દિવસ પૂર્વે નિર્માણ પામી રહેલી, બહુમાળી બિલ્ડીંગના ત્રીજા માળની પેરાફિટ તૂટી પડતા, કડીયા કામ કરી રહેલા ત્રણ શ્રમિકો નીચે પટકાતા, ત્રણ પૈકી એક શ્રમિકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જયારે ઈજાગ્રસ્ત બનેલા બે શ્રમિક પૈકી એક યુવક હાલ 25 દિવસથી, મોડાસાની હોસ્પિટલમાં કોમની સ્થિતિમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે,શ્રમિકનો પરિવાર આર્થિક રીતે તૂટી ગયો હોવાનું જણાવી રહયો છે,મોડાસા ટાઉન પોલીસ મથકે આ, બનાવ અંગે બેદરકારી બદલ એન્જીનીયર અને કોન્ટ્રાકટર સામે સા પરાધ,મનુષ્યવધ સહિતની કલમો મુજબ ગુનો નોંધાયો હોવા છતાં, ટાઉન પોલિસ ભેદી રીતે આરોપીઓ ને પકડવામાં ના કામિયાબ રહેતા, પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે,ભોગ બનનાર પરિવારો માં, અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર, અને મોડાસા ટાઉન પોલિસ સામે ભારે રોષ પ્રવર્તિ રહ્યો છે,ટાઉન પોલીસે થોડાક દિવસ પૂર્વે છેતરપીંડીના ગુના ના આરોપીને ગણત્રીના કલાકોમાં, બોમ્બે થી ઝડપી લઈ વાહવાહી તો મેળવી હતી,પરન્તુ સાપરાધ મનુષ્યવધના મોટા માથાના આરોપીઓ ને પકડવામાં પોલીસ કેમ પાછી પાની કરે છે, જેવા અનેક સવાલો ઉભા થયા છે, હાલ તો ભોગ બનનાર પરિવાર ન્યાય મળે તેની રાહ જોઈ બેઠયો છે.

Advertisement

લોકો વાતો આવી પણ કરે છે કે, જે આરોપીને ઓળખતા નથી, અને મુંબઈથી છેતરપિંડી કરે છે, આવા આરોપીને તો, દોટ લગાવીને મુંબઈથી પકડી લાવો છો, તો આટલી મોટી ઘટનામાં તમને ક્યાં પેટમાં દુ:ખે છે. આવી ઘટનામાં તમારી આંખો પર મોતિયા કેમ આવી જાય છે?

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!