ધોલવાણી આરએફઓ દ્વારા ગેરકાયદે પ્રવેશ કરી ખેડાણ કરનાર સામે તપાસ હાથ ધરાઇ…
વિજયનગર તાલુકાના આંતરી ગામની ઘાટી પાસે ગેરકાયદે જંગલમાં ખેડાણ કરતા હોવાની મળેલી લેખિત જાણકારીના સંદર્ભે વન અધિકારી દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે.
ધોલવાણી આરએફઓ જ્યેન્દ્રસિંહ વાઘેલાને પૂછતાં તેમણે જણાવ્યું કે આતરી ગામની ઘાટી પાસે આવેલી જંગલની જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી ખેડાણ કરતા હોવાની અરજદાર શ્રી દલજીભાઈ ઉદરભાઈ ભગોરા દ્વારા લેખિતમાં આ અંગેની માહિતી આપવામાં આવી હતી.
તેમણે કહ્યું કે આ અંગે સ્થળ તપાસ કરી વન ગુનાની નોંધ કરવામાં આવેલ છે હાલમાં તપાસ ચાલુ છે અને તપાસ દરમ્યાન ગેર કાયદેસર દબાણ કરવામાં આવેલ હશે એ તમામ દબાણ દૂર કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
લલિત ડામોર