asd
28 C
Ahmedabad
Monday, September 16, 2024

‘માણ્યું તેનું સ્મરણ કરવું તે એક લ્હાવો’ :મોડાસા કોલેજ કેમ્પસના વયનિવૃત સભ્યોનું સ્નેહમિલન યોજાયું


મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીન ર. શાહ અનેક પ્રકારના નવતર પ્રયોગો કર્યા છે. તેમાં આ એક વધુ “માણ્યું તેનું સ્મરણ કરવું તે એક લ્હાવો” નો નવતર પ્રયોગ કરી મોડાસા કોલેજના સૌ નિવૃત કર્મચારીઓને એકઠા કર્યા હતા.

Advertisement

બિપીનકુમાર ર. શાહ અને કિશોર શુક્લને મોડાસા કોલેજના નિવૃત કર્મચારીઓનું સ્નેહમિલનનું આયોજન કરવાનો શ્રેષ્ઠ વિચાર જન્મ્યો અને તેને સાર્થક કરવા મોડાસા કોલેજ કેમ્પસના વયનિવૃત્ત થયેલ આચાર્ય, અધ્યાપકો અને કાર્યાલય કર્મચારીઓનું પ્રથમ સ્નેહમિલન, મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઈ ર. શાહની નિશ્રામાં ભાવવાહી માહોલમાં સંપન્ન થયું. જેમાં ૬૦ જેટલા નિવૃત સભ્યોએ હાજર રહીને આત્મીયતા અને સુખદ સંસ્મરણો પ્રગટ કર્યા. ઘણા સમયબાદ – કોરોનાકાળ પછી મળેલ આ સભ્યો ગદગદિત થઈને વર્ષમાં બે-ત્રણ વાર અવશ્ય મળવાનો સંકલ્પ જાહેર કર્યો. કાર્યક્રમની શુભ શરૂઆત ગણેશ વંદનાથી થઇ ત્યારબાદ શાળા સંકુલના પ્રમુખશ્રી બિપીનભાઈએ સ્વાગત-આવકાર આપ્યો. ઉપસ્થિત સભ્યો પૈકી સોળ જેટલા સભ્યોએ હૃદયના ભાવો સાથે પ્રતિભાવ આપી આભાર પ્રગટ કર્યો અને આગામી સ્નેહમિલન માટે ચાર સભ્યોએ આગોતરા આમંત્રણ પાઠવ્યા. કેટલાક મિત્રો તો નિવૃત થયા પછી એકબીજાને ૨૫ વર્ષે મળ્યા શરદભાઈ, ચેતનભાઈ ગોર અને કિશોરભાઈ શુક્લના સંકલનથી સ્નેહમિલન સર્વાંગી સફળ બન્યું.

Advertisement

મોડાસા કેળવણી મંડળના પટાંગણમાં આ વ્યવસ્થા કરી આપી અને પંકજભાઈ બુટાલા, ઉપપ્રમુખ, ધીરુભાઈ પ્રજાપતિ અને ઉર્મિલભાઈ શાહ અને આચાર્ય ડૉ. રાકેશભાઈ મહેતા અને મનીષભાઈ જોષી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!