asd
29 C
Ahmedabad
Monday, September 16, 2024

અરવલ્લી : મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં રહેલા આરોપીને ખેંચ આવતા મોત નિપજતા ચકચાર મચી,પોલીસ સ્ટેશનમાં ઢળી પડ્યો


નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનના રિપોર્ટના અનુસાર સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય કસ્ટોડિયલ ડેથમાં પ્રથમ સ્થાને
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં રહેલા શંકાસ્પદ આરોપીનું ખેંચ આવતા મૃત્યુ
સાર્વજનિક હોસ્પિટલમાં DYSP કે.જે.ચૌધરી અને પોલીસ કાફલો તૈનાત
મૃતક યુવકના મૃત્યુનું કારણ જાણવા ફોરેન્સિક પેનલ પીએમ કરાવવા તજવીજ હાથ ધરી

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામ નજીક શંકાસ્પદ હાલતમાં એક યુવકને રૂરલ પોલીસે ઝડપી લઇ પૂછપરછ હાથધરી યુવકને કસ્ટડીમાં રાખ્યો હતો યુવક પોલીસ કસ્ટડી દરમિયાન ખેંચ આવતા યુવક પોલીસ સ્ટેશનમાં ઢળી પડતા પોલીસે તાબડતોડ સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કરતા પોલીસ ચોકી ઉઠી હતી શંકાસ્પદ આરોપીનું પોલીસ કસ્ટડીમાં મોત થતા ડીવાયએસપી કે.જે.ચૌધરી સહીત અન્ય અધિકારીઓ સાર્વજનિક હોસ્પિટલમાં દોડી આવ્યા હતા મૃતક યુવકનું મોત ખેંચ આવતા થયું હોવાનું અને ફોરેન્સિક પીએમ માટે તજવીજ હાથ ધરી હતી શંકાસ્પદ આરોપીનું મોત થતા તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે

Advertisement

Advertisement

માલપુર તાલુકાના ગોપાલપુર ગામનો શનાભાઈ મગનભાઈ વાદી નામનો યુવક શંકાસ્પદ હાલતમાં સાયરા ગામની સીમમાં ફરતો હોવાથી એક જાગૃત નાગરિકે મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા રૂરલ પોલીસે યુવકની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ આવી હતી અને ધરપકડ કરી લોકઅપમાં રાખવામાં આવ્યો હતો તે દરમિયાન રાત્રીના સુમારે ખેંચ આવતા પોલીસે સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા ફરજ પરના તબીબે સારવાર આપતા શંકાસ્પદ આરોપીને આરામ થતા ફરીથી રૂરલ પોલીસ સ્ટેશનની જેલમાં રાખવામાં આવ્યો હતો શંકાસ્પદ આરોપીનો કસ્ટડીનો સમય પૂરો થતા શંકાસ્પદ આરોપીને શુક્રવારે બપોરે કોર્ટમાં રજુ કરવા બહાર કાઢતા ફરીથી ખેંચ આવતા યુવક બેભાન બનતા પોલીસકર્મીઓએ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પોલીસબેડામાં હડકંપ મચ્યો હતો.

Advertisement

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં રહેલા શંકાસ્પદ આરોપી યુવકનું કસ્ટડી દરમિયાન મોત નિપજતા જીલ્લા નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી, જીલ્લા એલસીબી પોલીસ,ટાઉન અને રૂરલ પોલીસનો કાફલો સાર્વજનિક હોસ્પિટલ પહોંચી મૃતકનું ફોરેન્સીક પીએમ કરાવવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!