હવે ચોમાસાના કાદવમાં વિધ્યાર્થીઓ સાઠંબા ગામની શાળાએ ભણવા જવા મજબુર…!!!
છેલ્લા છ મહિનાથી પાયા ખોદીને ઓરડો બનાવવાનું કામ ટલ્લે ચડતાં વાલીઓમાં રોષ
બાયડ તાલુકાના સાઠંબા ગામના ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાનો જુનો ઓરડો તોડી પાડી નવો ઓરડો બનાવવાનું કામ ચાલું કરાયું હતું, પરંતુ આ કામને કોઈનું ગ્રહણ લાગ્યું હોય તેમ ઓરડાઓનું કામ છેલ્લા છ મહિનાથી એજન્સી દ્વારા પાયા ખોદીને જેમનું તેમ જ રહેવા દીધું છે.
પાયા ખોદ્યા પછી આજ દિન સુધી ઓરડાનું કામ કેટલે આવ્યું છે તે બાબતે એજન્સી દ્વારા કોઈ જ પ્રકારની તસ્દી લેવામાં ના આવતાં ઇન્દિરાનગર પ્રાથમિક શાળાના નાનાં- નાનાં બાળકોને સાઠંબા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા જવા મજબૂર બનવું પડ્યું છે….!!!!
બાયડ તાલુકાના સાઠંબામાં આવેલ ઇન્દિરા નગરી વિસ્તારમાં પ્રાથમિક શાળાના નવા ઓરડાઓ બનાવવા માટે એજન્સીને કામ આપવામાં આવેલ હોય અને અગાઉ જૂના ઓરડાઓને એજન્સી દ્વારા જમીન દોસ્ત કરી નવા ઓરડાઓ બનાવવા માટે મંજૂરી મળેલ હોય જ્યારે એજન્સી દ્વારા આ કામ ચાલુ કરવા માટે માત્ર પાયા ખોદી આગળનું કામ અધૂરું છોડતા વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે જ્યારે ઓરડાઓનું કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવાની શરતે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે છતાં એજન્સીની કોઈ મોટી ભૂલ હોય કે બેદરકારીના કારણે આજે શાળામાં ભણતા નાના બાળકોને પોતાના ઘરેથી એક કિલોમીટર દૂર આવેલા સાઠંબા પ્રાથમિક શાળામાં જવા મજબૂર બનવું પડી રહ્યું છે ચોમાસાનો સમય હોવાથી વરસાદના કારણે નાના બાળકોને કાદવ કિચડ માં થઈ અન્ય શાળામાં જવા પડતાં ભારે મુશ્કેલી વીઠવી પડી રહી છે જો આ અંગે જવાબદાર તંત્ર યોગ્ય તપાસ કરી આ અંગેનું એજન્સી પાસેથી કારણ જાણી જલ્દીથી જલ્દી કામ પૂર્ણ કરવામાં આવે તેવી વાલીઓની માંગણી છે…