અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુમાં પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ દર વર્ષે બનતી હોય છે મોડાસા તાલુકાના વલ્લાવાંટા ગામના રાવળ પરિવારના 11 અને 8 વર્ષીય પિતરાઈ ભાઈઓ શાળા છૂટ્યા બાદ કોઠારીયા તળાવ નજીક પશુઓને ચરાવવા ગયા હતા તળાવ કિનારે પહોંચતા એક બાળકનો પગ લપસતાં સાથે રહેલા કિશોર બાળકને બચાવવા જતા બંને બાળકો તળાવમાં ગરકાવ થઇ જતા ભારે ચકચાર મચી હતી બે બાળકો તળાવમાં ડૂબી જતા સ્થાનિક તરવૈયાએ બંને બાળકને બહાર કાઢતા પરિવારજનોને આક્રંદ કરી મુકતા ભારે ગમગીની છવાઈ હતી બંને મૃતદેહને પીએમ માટે ખસેડી પોલીસે કાયદેસર ની તજવીજ હાથધરી હતી
મોડાસા તાલુકાના વલ્લાવાંટા ગામના ધ્રુવ રાવળ અને સુનિલ રાવળ નામના બે બાળકો ગામના તળાવ કિનારે પશુઓને ચરાવવા ગયા હતા જેમાં એક બાળક તળાવના કિનારે રહેલી ચીકણી માટીના પગલે પગ લપસતાં તળાવમાં ગરકાવ થતા બચાવ બચાવની બૂમો પાડતા નજીક ઉભેલો ભાઈ મદદે પહોંચતા એ પણ ચીકણી માટીના લીધે તળાવમાં લપસી જતા જોત જોતામાં બંને બાળકો તળાવમાં ડૂબી જતા ભારે દેકારો મચી ગયો હતો તાબડતોડ દોડી આવેલા ગામલોકોએ બંને બાળકોના મૃતદેહ બહાર કાઢતા રાવળ પરિવારના સદસ્યો ભાંગી પડ્યા હતા સમગ્ર ઘટના અંગે મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી બંને બાળકોના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી