મહીસાગર જીલ્લાના વક્તાપુર ગામના બે આશાસ્પદ યુવકોના મોત થતા ગામ આખામાં શોકનું મોજું ફરી વળ્યું.
Advertisement
અરવલ્લી જીલ્લામાં શનિવારે યમરાજાએ પડાવ નાખ્યો હોય તેમ મોડાસાના વલ્લાવાંટા ગામમાં બે બાળકો અને બાયડ તાલુકાના સાઠંબા ગામ નજીક વક્તાપુર પાસેની ડીપ પર પાણીનો પ્રવાહ ડીપ પરથી પસાર થતા બે યુવકોને ખેંચી જતા બંને યુવકોના મૃતદેહ રવિવારે મોડાસા ફાયરબ્રિગેડની ટીમે શોધી કાઢતા પરિવારજનોએ રોકોકકળ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી બાયડ મામલતદાર,સાઠંબા પોલીસ, તેમજ તંત્ર ખડેપગે ઘટનાસ્થળે ઉભું રહ્યું હતું બંને મૃતક યુવકોની લાશને પીએમ અર્થે ખસેડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
બાયડ તાલુકાના સાઠંબા પંથકમાં શનિવારે પડેલા ભારે વરસાદને કારણે વિવિધ નદી નાળાં છલકાઈ ગયા છે સાઠંબા નજીક વક્તાપુર ગામના બે યુવકો શનિવારે સાંજે બાઈક ઉપર વક્તાપુર ગામે જઈ રહ્યા હતા ત્યારે વચ્ચે આવતી ડીપમાં વધેલા પાણીના પ્રવાહના કારણે આ બંને યુવકો ગુમ થઈ ગયા હતા મોડી સાંજ સુધી ઘરે પરત નહીં આવતાં. આ બંને યુવકોની શોધખોળ આરંભાઈ હતી. ત્યારે વક્તાપુરથી સાઠંબા બાજુ આવવાના રસ્તે આવેલી ડીપમાં વધેલા પાણીના પ્રવાહમાં યુવકો ગુમ થયા હોવાની જાણ થતાં રવિવારે સવારથી જ સાઠંબા પોલીસ, મામલતદાર બાયડ સહિત સમગ્ર તંત્ર યુવકોને શોધી કાઢવા માટે ખડે પગે હતા પરંતુ સ્થાનિક તરવૈયાઓની મહેનત કામે ના લાગતાં મોડાસા ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી મોડાસા ફાયર વિભાગની ટીમે રવિવારે બપોરે બંને યુવકોની લાશને શોધી કાઢી હતી. મરનાર બંને યુવકો ( ૧) સોલંકી અશ્વિન સિંહ દિપસિંહ ઉં.વ. 30 ( ૨) સોલંકી રમેશસિંહ દશરથસિંહ ઉં. વ. 32. બંને રહે. વક્તાપુર તા. વિરપુર જી.મહીસાગરના મૃતદેહને સાઠંબા પોલીસને સોંપેલ છે .વક્તાપુર ગામના બે આશાસ્પદ યુવકોના મોત થતા વક્તાપુર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું .