દિવસભર અસહ્ય બફારા અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા
Advertisement
હવામાન વિભાગ દ્વારા અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં શુક્રવારે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી હતી જો કે આખો દિવસ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ સામાન્ય વરસાદ પણ નહીં પડતા અને અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર
સ્વરૂપ જોવા મળી રહ્યું છે ત્યારે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં હવામાન વિભાગની ભારે થી અતિભારે વરસાદની આગાહીથી લોકો ચિંતિત બન્યા હતા
ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડનો ધમાકેદાર પ્રારંભ થયો છે.ભારે વરસાદ લાવતું લો પ્રેસર તો ગુજરાતથી ઘણે દૂર બંગાળની ખાડીમાં સર્જાયું છે,હવામાન વિભાગ દ્વારા અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં આજે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરતા તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું હતું શુક્રવારે વહેલી સવારથી આકાશે કાળા ડિબાંગ વાદળો છવાતા વિઝિબિલિટી પણ ઘટી હતી અને હમણાં મેઘરાજા તૂટી પડશેની રાહ જોતા લોકો સાંજ સુધી સામાન્ય વરસાદ પણ ન થતા હવામાન વિભાગની આગાહી ચર્ચાનું કેન્દ્ર બની હતી આકાશે દિવસભર વાદળો ગોરંભાતાં અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો પરસેવે રેબઝેબ થતા તોબા પોકારી ઉઠ્યા હતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો