શહેરા,મોરવા હડફ
મણિપુર રાજ્યમાં મહિલાઓની સામે થયેલા અત્યાચાર,હત્યા અને જાતિ આધારિત હિંસાના વિરોધ સામે ગુજરાતના અનુસુચિ-5ના ક્ષેત્રોમાં બધા તાલુકાઓમાં બંધનુ એલાન કરવામા આવ્યુ હતું.પંચમહાલ જીલ્લાના શહેરામાં પણ આદિવાસી અગ્રણીઓ આ બંધના સમર્થનમાં એકત્ર થયા હતા. મણિપુરમા થયેલી ઘટનાને વખોડી કાઢી હતી. ત્યારબાદ તેઓ શહેરાનગરમા આવેલા વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા. અને દુકાનો બંધ રાખવા અપીલ કરી હતી.શહેરાનગરના કેટલાક મુસ્લિમ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.પરંતુ શહેરામાં આ બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.જેમા વેપારીઓ પોતાની દુકાનો ખુલ્લી રાખીને ધંધા રોજગાર ચાલુ રાખ્યા હતા.
– મોરવા હડફ તાલુકાના મોરા ગામે આદિવાસી સમાજ દ્વારા બંધનું એલાન આપતા વેપારીઓએ દુકાનો સ્વયંભૂ બંધ
તાજેતરમાં જ દેશના પૂર્વોત્તર ભાગમાં આવેલાં મણિપુર રાજ્યમાં આદિવાસી મહિલાઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેને લઇને સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળ્યો હતો, આ ઘટનાને લઈને આદિવાસી સમાજ સહિત તમામ સમાજ દ્વારા ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતી, આ જ મુદ્દે આદિવાસી સમાજ દ્વારા આજરોજ ગુજરાત બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું, ત્યારે આદિવાસી સમાજના બંધના એલાનને મોરવા હડફ તાલુકાના મોરા ગામમાં વેપારીઓએ સમર્થન કરીને મણિપુરની ઘટનાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, મોરવા હડફ તાલુકાના મોરા ગામે સવારથી જ વેપારીઓએ પોતાની દુકાનો સ્વંયભૂ બંધ રાખીને બંધના એલાનને સમર્થન આપ્યું હતું, બીજીતરફ બંધના એલાનને પગલે સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર ગામમાં પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.