અરવલ્લી જીલ્લામાં ચોમાસુની ઋતુમાં રોડ પર પડેલા ખાડાઓ અને વાહનચાલકોનું બેફિકરાઈ ભર્યું ડ્રાઇવિંગથી અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે મોડાસા-માલપુર હાઇવે પર જેસવાડી ગામ નજીક પસાર થતી અલ્ટો કારના ચાલકે અગમ્ય કારણોસર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ધડાકાભેર અવાજ સાથે ઉંધા માથે પછડાતા નજીક માં રહેતા લોકો દોડી આવ્યા હતા કારમાં સવાર ત્રણ શિક્ષકોનો આબાદ બચાવ થતા અકસ્માતમાં કારની હાલત જોઈ ત્રણે શિક્ષકોને સુરક્ષિત નિહાળી અચંબિત બન્યા હતા કારના ભુક્કા બોલાઈ ગયા હતા
મોડાસા-માલપુર હાઇવે પર જેસવાડી ગામ નજીક પુરપાટ ઝડપ સાથે પસાર થતી અલ્ટો કાર સ્થાનિક લોકોની સામે ધડાકાભેર પલ્ટી ખાઈ શીર્ષાસન હાલતમાં ગોથું ખાઈ જતા તાબડતોડ લોકો સ્થળ પર દોડી આવ્યા હતા સદનસીબે કારમાં રહેલા ત્રણ શિક્ષકો હેમખેમ બહાર નીકળતા કારની સ્થિતિ જોતા લોકોના મોઢામાંથી રામ રાખે તેને કોણ ચાખેના શબ્દો સરી પડ્યા હતા કારના બોનેટનો ભુક્કો બોલાઈ ગયો હતો કારના કાચ તૂટી રોડ પર પથરાઈ ગયા હતા કારમાં સવાર ત્રણે શિક્ષકોનો આબાદ બચાવ થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો