હિંમતનગર એસ.ટી ડિવિઝનના બાયડ ડેપોની કોયડમથી અમદાવાદ જતી બસના રવિવારે સવારે સાઠંબા નજીક ટાયર નીકળી જતાં બસ 100 મીટર ઘસડાઈ હતી સદ્નસીબે અને ડ્રાઇવરની સમય સૂચકતાના કારણે કોઈ જાનહાની થવા પામી ન હતી.
ચાલુ મુસાફરી દરમિયાન બસના ટાયર નીકળી જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
એસ.ટી અમારી સલામત સવારી કાંઈ થાય તો જવાબદારી મુસાફરોની….!!!!
એ ન્યાયે દોડતી એસટી બસોનું ધ્યાન રાખવાવાળું કોઈ રણીધણી જ ના હોય તેમ એસટી બસો છાસવારે રસ્તામાં ખોટકાઈ જતી હોય છે…!!!!
તો હવે સવાલ એ થાય છે કે એસટી તંત્રનું વર્કશોપ શું કામ કરે છે….???
એ તો સારું થયું કે બસના ટાયર નીકળી ગયા પરંતુ આગળ પાછળ કોઈ વાહન નહોતું નહીં તો મોટો જાનલેવા અકસ્માત સર્જાતાં વાર ના લાગતી…!!!!