અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના કસાણા ગામમાં આવેલ સર દોરાબજી તાતા ટ્રસ્ટ હોસ્પિટલમાં રવિવારે ‘આવો ગાવ ચલે’ હેઠળ IMA દિલ્હી અને ગુજરાત રાજ્ય શાખા GSBના માર્ગદર્શન નીચે
મોડાસા IMA દ્વારા નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 300થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં IMA મોડાસાની તમામ શાખાના તબીબોએ સેવા આપી હતી
આ અંગે IMA મોડાસાના પ્રમુખ ર્ડો.કેતન સુથાર અને સેક્રેટરી ચિરાગ દરજીએ જણાવ્યું હતું કે, કસાણા ગામે યોજાયેલા રોગ નિદાન કેમ્પમાં IMA મોડાસા શાખાના ફીજીશીયન, સર્જન, ગાયનેક, પીડિયાટ્રિશિયન,
ઇએનટી સર્જન, ઓર્થોપેડિક સર્જન,ડર્મેટોલોજિસ્ટ, યુરોલોજીસ્ટ અને સાઇકિયાટ્રીક તેમજ જનરલ ફીજીશીયન અને ઓપ્થેલ્મોજીસ્ટ સહિતના તબીબીઓ 300 થી વધુ દર્દીઓને નિઃશુલ્ક નિદાન કરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ વધુ સારવારની જરૂર પડે તો તેમની હોસ્પિટલમાં સારવાર માટે બાંહેધરી આપી હતી ઇન્ડીયન મેડિકલ એસોસિએશન દ્વારા દત્તક લેવામાં આવેલ કસાણા ગામમાં દર મહિને મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું