અમદાવાદના નરોડા વિસ્તારમાં સફાઈ કર્મી દીકરી પર ગેંગરેપ કર્યા બાદ મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હોવાના આક્ષેપ સાથે ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગત અને સંગઠનના હોદેદ્દારો અને કાર્યકરોએ અરવલ્લી જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપી સફાઈ કર્મી દીકરી પર ગેંગ રેપ કરનાર આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવેની માંગ કરી હતી.
અમદાવાદના નરોડા વિસ્તારમાં એક સફાઈ કર્મચારી દીકરી પર થયેલી ગેંગરેપ ની ઘટના બાદ મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ગુજરાત વાલ્મિકી સંગઠન નારાજ થયો છે અને તેઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે..સમગ્ર ઘટના 17 જુલાઈના રોજ સામે આવી હતી ત્યારબાદ અરવલ્લી જિલ્લા ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજીભાઈ ભગત દ્વારા અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આરોપીઓને કડકમાં કડક ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે… તો બીજી બાજુ ભાવનગરમાં સફાઈ કામદાર ની હત્યા નો પણ વિરોધ કરવામાં આવ્યો હતો આવા અત્યાચાર કરનાર લોકો સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે જ તેમણે ઉચ્ચારી છે કે આ પ્રકારની ઘટનાઓને તાત્કાલિક રોકવામાં નહીં આવે તો વાલ્મિકી સંગઠનને રસ્તા ઉપર ઉતરવાની ફરજ પડશેની ચીમકી ઉચ્ચારી હતી