સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમે અરવલ્લી-સાબરકાંઠામાં ધામા નાખ્યા પોલીસ પાસે 44 જેટલા કર્મીઓએ ગેરકાયદેસર નોકરી મેળવી હોવાનું લિસ્ટ
મોડાસા-હિંમતનગર રોડ પરની એક વીજ કચેરીમાંથી એક શકમંદ કર્મીની અટકયાત કરી હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ
ઉર્જા કૌભાંડની તપાસનો ધમધમાટ શરૂ થતા અનેક લોકો ભૂગર્ભમાં ઉતર્યાAdvertisement
UGVCL,MGVCL,PGVCLની વિધુત સહાયકની ભરતીમાં ઓનલાઈન પરીક્ષામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સુરત પોલીસે પર્દાફાશ કર્યા પછી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાંથી કેટલાક એજન્ટનું નામ ખુલતા પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા 20 થી વધુ નોકરી ઇચ્છુક ઉમેદવારો પાસેથી 15 થી 20 લાખ રૂપિયા ખંખેરી ગેરકાયદેસર રીતે નોકરીમાં પાસ કરાવી દીધાની ચર્ચાએ જોર પકડ્યું છે આ કૌભાંડમાં મોડાસાના નિવૃત્ત ઇજનેર ઈશ્વર પ્રજાપતિની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા પછી સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝીણવટભરી રીતે તપાસ હાથધરી છે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોડાસા UGVCL અને ગ્રામ UGVCL કચેરીમાં પહોંચી 6 થી વધુ શકમંદ કર્મીઓની પૂછપરછ કરવા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં પૈસાદાર નબીરા લાખ્ખો રૂપિયા ખર્ચી એજન્ટો મારફતે વીજ કચેરીમાં નોકરીએ લાગી ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે ઉર્જા કૌભાંડમાં નિવૃત્ત ઇજનેર ઈશ્વર પ્રજાપતિની ધરપકડ કર્યા બાદ સૂરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ સોમવારે સાંજના સુમારે મોડાસા યુજીવીસીએલ કચેરી અને ગ્રામ્ય યુજીવીસીએલ કચેરીમાં પહોંચી હતી અને 8 જેટલા કર્મીઓની નોકરી અંગે માહિતી મેળવી તેમના નામ સરનામાં, સંપર્ક નંબર અને અન્ય વિગતો મેળવી રવાના થઇ હતી જો કે સુરત ક્રાઈમ બ્રાન્ચ પહોંચી ત્યારે અગાઉથી પોલીસ તપાસની ગંધ આવી ગઈ હોય કે પછી અગમ્ય કારણોસર 8 જેટલા કર્મીઓ ગેરહાજર હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી