asd
26 C
Ahmedabad
Sunday, September 8, 2024

અરવલ્લી : કોલેજની વિદ્યાર્થિનીના પ્રેમ પ્રકરણની જાણ પરિવારને થતા કોલેજ છોડાવી દેતા 181 હેલ્પલાઈનની મદદ લીધી,પછી શું થયું વાંચો..!!


 

Advertisement

પ્રેમ વિશે બહુ વાતો થઇ છે પ્રેમને લેખકો કવિઓ સહીતના સર્જકોએ પરમ તત્ત્વ સાથે જોડીને દિલ બાગ બાગ થઇ જાય તેવી અનેક વાતો કહીં છે પ્રેમને આંધળો જ કહ્યો છે અને પ્રેમને અંધની માફક યુવા હૈયાઓ અનુભવતા હોય છે મોટા ભાગના પ્રેમ પ્રકરણમાં પ્રેમ માત્ર વિજાતીય આકર્ષણ જ હોય છે આકર્ષણને પ્રેમનું લેબલ મારી ન શકાય.
યુવાવસ્થાએ આકર્ષણને કારણે ફ્રેન્ડશીપ રાખો તે બરાબર છે પણ જિંદગીભરનો નિર્ણય આ આકર્ષણ પાછળ લેવાય જાય છે ત્યારે પાછળથી પસ્તાવાનો વારો આવે છે. પ્રેમ થવા માટે કોઈ ઉંમર હોતી નથી. પ્રેમ કોઈપણ ઉંમરે થઈ શકે છે. પણ જીવનમાં પ્રેમ કરતા પણ વધુ મહત્વની કેરિયર છે. એકવાર જિંદગીમાં કાંઈક બની જાવ. પછી પ્રેમ કરવા માટે તો આખી જિંદગી પડી છે પણ તેમ છતાં પ્રેમમાં પડી અનેક યુવા હૈયાઓ કારકિર્દી રગદોળી નાખે છે આવી જ એક ઘટના મોડાસા શહેરમાં બનતા 181 અભયમ હેલ્પલાઈનની મદદથી કોલેજની વિદ્યાર્થીના જીવનમાં ફરીથી શિક્ષણદીપ પ્રગટાવ્યો હતો

Advertisement

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં રહેતી અને નર્સિંગ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કોલેજમાં અભ્યાસ કરતા યુવકના પ્રેમમાં પાગલ બની વાત કરતી હોવાનું પરિવારને જાણ થતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા અને યુવતીને કોલેજ બંધ કરાવી દેવાનો કઠોર નિર્ણય કરી કોલેજ બંધ કરાવી દેતા વિદ્યાર્થિનીએ 181 અભયમ હેલ્પલાઇનની મદદ લીધી હતી અને પરિવારે કોલેજ બંધ કરાવી દીધી હોવાનું જણાવી યુવતી અભ્યાસ કરવા માંગતી હોવાનું જણાવતા 181 અભયમ ટીમે યુવતીની મદદે પહોંચી હતી

Advertisement

અરવલ્લી 181 અભયમ મહિલા હેલ્પલાઈન કાઉન્સિલર ચેતના ચૌધરી અને કોન્ટેબલ ભાવનાબેન મકવાણા કોલેજમાં અભ્યાસ કરતી યુવતીના ઘરે પહોંચી વિદ્યાર્થીની અને પરિવારજનોનું કાઉન્સલીંગ કરતા નર્સિંગ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી કોલેજમા અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે પ્રેમમાં હોવાની અને સતત તેની સાથે વાત કરતી હોવાથી પરિવારજનોએ યુવતીને કોલેજ મોકલવાની બંધ કરી દીધી હોવાનું બહાર આવતા કાઉન્સિલર ચેતના ચૌધરીએ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને અભ્યાસની ઉંમરે પ્રેમના વ્હેમમાં કારકિર્દી પર પૂર્ણ વિરામ આવી શકે છે અને તેના ઉજ્જવળ ભવિષ્ય અંગે સમજણ આપતા વિદ્યાર્થીનીએ તેની ભૂલ સ્વીકારી અને પ્રેમ સંબંધનો અંત આણવા તૈયાર થતા અને તેને અભ્યાસનું ભાન થતા હવે ભૂલ નહીં થાય ની બાંહેધરી આપતા ટીમે યુવતીના પરિવારજનોને કાયદાકીય સમજ આપતા આખરે પરિવારજનો યુવતીને અભ્યાસ કરાવવા તૈયાર થયા હતા 181 અભયમ ટીમે નર્સિંગ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના જીવનમાં અંધકારમય બનેલા અભ્યાસનો ફરીથી શિક્ષણનો દીપ પ્રગટાવવામાં સફળ રહેતા કોલેજની વિદ્યાર્થિનીએ 181 અભયમ હેલ્પલાઈન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!