મોડાસાથી ધનસુરા આવવાના માર્ગ પર મસ મોટા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે. એથી પણ આગળ શીકા ચોકડી પર તો હાઈવે પર ભુવો પડ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
મળતી માહિતી મુજબ મોડાસા નડિયાદને જોડતો સ્ટેટ હાઇવે પર ધનસુરા મોડાસાની વચ્ચે અનેક જગ્યાએ ખાડાઓ પડ્યા છે તેવામાં અનેક નાના વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે અકસ્માત થવાની સંભાવના સેવાઈ રહી છે
તેવામાં રસ્તામાં જ શીકા ચોકડી પર રસ્તાની નીચેથી રિલાયન્સની લાઈન જતી હોય મોટો ભુવો પડ્યો છે જેના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેવામાં જો કોઈ મોટું સાધન તેના પરથી પસાર થાય તો પલટી જવાની પણ શક્યતા રહેલી છે જેના કારણે સ્ટેશન પર ઉભેલા લોકોને અકસ્માત નો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે ઝડપથી સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.