નારી વંદન ઉત્સવ ‘કાર્યક્રમના આયોજન અંતર્ગત અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આગામી 1 થી 7 ઓગષ્ટ દરમિયાન રાજયભરમાં નારી વંદન ઉત્સવ ઉજવાશે જે અંતર્ગત અલગ અલગ થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાશે
રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહની ઉજવણી
પહેલી ઓગષ્ટે મહિલા સુરક્ષા દિવસ, બીજીએ બેટીબચાવો બેટી પઢાવો દિવસ, ત્રીજીએ મહિલા સ્વાવલંબન દિવસ, ચોથીએ મહિલા નેતૃત્વ દિવસ, પાંચમીએ કર્મયોગી દિવસ, છઠ્ઠીએ કલ્યાણ દિવસ અને સાતમીએ આરોગ્ય દિવસની ઉજવણી કરાશે
રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ જ દિશામાં વધુ એક નક્કર કદમ ભરી નારી સંરક્ષણ અને સન્માન માટે નારી વંદન ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી તા.1 થી 7 ઓગષ્ટ દરમિયાન રાજ્યભરમાં નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન અલગ અલગ થીમ અધારીત ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત પહેલી ઓગષ્ટે મહિલા સુરક્ષા દિવસ, બીજીએ બેટીબચાવો બેટી પઢાવો દિવસ, ત્રીજીએ મહિલા સ્વાવલંબન દિવસ, ચોથીએ મહિલા નેતૃત્વ દિવસ, પાંચમીએ કર્મયોગી દિવસ, છઠ્ઠીએ કલ્યાણ દિવસ અને સાતમીએ આરોગ્ય દિવસની ઉજવણી કરાશે.
જિલ્લા કલેકટર દ્વારા આ બેઠકમાં તમામ વિભાગોને જરૂરી સૂચના આપી હતી અને સુચારુ રૂપે આ સપ્તાહની ઉજવણી થાય અને દરેક વર્ગની મહિલાઓનું નેતૃત્વ સામે આવે, તેમને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો કરવા માટે જણાવ્યું.નારી વંદન સપ્તાહની ઉજવણીમાં જિલ્લામાં મહિલાઓ સાથે પુરુષો પણ જોડાય અને દરેક કાર્યક્રમમાં સહભાગી થાય તે વાત ભારપૂર્વક જણાવી હતી.