મેઘરજ તાલુકાની ઝરડા 1 પ્રા. શાળામાં સામાજિક વનીકરણ વિભાગ મેઘરજ અને ડૉ. કે.આર.શ્રોફ ફાઉન્ડેશનનાં સંયુક્ત ઉપક્રમે “એક બાળ – એક વૃક્ષ” કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી. જેમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેમજ KRSF નાં ઝોનલ હેડ ગોપાલભાઈ પટેલ, મેઘરજ તાલુકા ક્લસ્ટર હેડ કલ્પેશભાઈ પંચાલ તેમજ તેમની ટીમ હાજર રહી હતી. આ કાર્યક્રમમાં ધો.3 થી 8 નાં બાળકોને એક એક છોડનું વિતરણ કરવામાં આવેલ તેમજ આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક દ્વારા કરવામાં આવેલ. મેઘરજ તાલુકાની 31 પ્રા. શાળાના ધો. 3 થી 8 માં અભ્યાસ કરતા 4475 બાળકો એક એક છોડની વાવણી કરશે. છોડની વાવણી થયા બાદ દરેક બાળક તે છોડ માંથી વૃક્ષ નાં થાય ત્યાં સુધી તેનું જતન પણ કરશે. તે માટે DR.KRSF સંસ્થાના પૂરક શિક્ષક તેમજ શાળા પરિવાર પણ બાળકોને આપેલ છોડનું જતન બાળકો કરી રહ્યા છે કે કેમ તેમજ બાળકોને છોડની માવજત માટે સતત માર્ગદર્શન પણ આપતા રહેશે. આ રીતે ડૉ.કે.આર.શ્રોફ ફાઉન્ડેશનનાં શિક્ષક મિત્રો તેમજ સામાજિક વનીકરણ વિભાગ મેઘરજ તેમજ મેઘરજ શિક્ષણ પરિવાર તાલુકાને હરિયાળો તાલુકો બનાવવા માટે સંયુક્ત પ્રયાસો ચાલુ કરેલ છે.