હવામાન વિભાગે છેલ્લા દસ દિવસમાં અનેક વાર અરવલ્લી જીલ્લામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી હતી જોકે હવામાન વિભાગની આગહી ઠગારી નીવડી હતી મેઘરાજાએ જાને રીસામણા લીધા હોય તેમ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો પાણી થી તરબોળ બન્યા હતા ત્યારે અરવલ્લી જીલ્લામાં ત્રીજા રાઉન્ડમાં સામાન્ય વરસાદ પડતા અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા લીલાછમ ખેતરો મુરઝાવાની દહેશત પેદા થતા ખેડૂતો ચિંતિત બન્યા હતા ત્યારે આકાશે મેઘો મંડરાતા ઝરમર અને ઝાપટા રૂપી વરસાદની હેલી વરસાવતા વાતાવરણમાં શીત લહેર પ્રસરવાની સાથે ખેતીને જીવતદાન મળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો
મોડાસા, માલપુર સહીત અરવલ્લી જીલ્લામાં શનિવારે સવારથી વાતાવરણમાં પલ્ટો આવવાની સાથે આકાશે કાળા ડિબાંગ વાદળોએ વરસવાનું ચાલુ કરતા અસહ્ય ઉકળાટ અને બફારાથી તોબા પોકારી ઉઠેલા લોકોએ રાહત અનુભવી હતી ઝરમર અને ઝાપટારૂપી વરસાદના પગલે ઠેર ઠેર ખાબોચિયા ભરાયા હતા દિવસભર ધીમી ધારે વરસાદ પડતા ખેડૂતોને ખેતીપાકમાં ફાયદો થશે. મકાઈ, સોયાબીન, મગફળીના વાવેતરમાં વરસાદ કાચું સોનુ સાબિત થઇ રહ્યો છે અરવલ્લી જીલ્લામાં વાવણી લાયક વરસાદ થયો છે ચોથા રાઉન્ડમાં અનાધાર ધોધમાર વરસાદ નહીં ખાબકે તો શિયાળુ વાવેતર અને ઉનાળામાં પીવાના પાણીની તંગી સર્જાઈ શકવાની સંભાવના રહેલી છે જીલ્લાના જળાશયો અને નદી-નાળા છલકાય તેવા વરસાદની પ્રજાજનો રાહ જોઈ રહ્યા છે