હિંમતનગર એ ડિવિઝન પોલીસની ટીમે મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપનાર પ્રાંતિજ તાલુકાના બે શખ્સોને ઝડપી પાડી 37 મોબાઈલ રિકવર કરી કાર્યવાહી હાથ ધરી હતી.
હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઇલ ચોરોએ તરખાટ મચાવી હતી ત્યારે મોબાઈલ ચોરોને ઝડપી લેવા હિંમતનગર એ ડિવિઝન પી.આઈ.બી.પી ડોડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક શખ્સ મોંઘો ડાટ મોબાઈલ સસ્તી કિંમતમાં વેચવા માટે રિવરફ્રન્ટ બાજુ ફરી રહ્યો છે જે બાતમીને આધારે પોલીસે સ્થળ પર પહોંચી બાતમી મુજબના ઈસમને ઝડપી પાડી તપાસ કરતા તેની પાસેથી vivo કંપનીનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો અને તે મોબાઇલનું કોઈ બિલ કે પુરાવા ન હોવાથી પોલીસે ઋત્વિકસિંહ અગરસિંહ મકવાણા રહે.કાટવાડ તા.પ્રાંતિજ ઝડપી પાડી મોબાઈલ અંગે પૂછપરછ કરતાં તેણે નવી સિવિલ આગળથી 20 દિવસ અગાઉ તેના મિત્ર રણજીતસિંહ દલપતસિંહ ચૌહાણ સાથે મળી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું,ત્યારે પોલીસે બંને શખ્સોને ઝડપી પાડી વધુ પૂછપરછ કરતા તેમણે અલગ અલગ વિસ્તારમાંથી કુલ 37 મોબાઈલ ફોનની ચોરી કરી કાટવાડ ખાતે તેના ઘરે મૂક્યા હોવાનું કબૂલ્યું હતું જેથી પોલીસે આરોપીના ઘરે જઈ તપાસ કરતા અન્ય 35 મોબાઈલ ફોન મળી આવ્યા હતા.પોલીસે 37 મોબાઈલ ફોન જેની કિંમત 2,90,989 નો મુદ્દામાલ રિકવર કરી બંને શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.