asd
26 C
Ahmedabad
Sunday, September 8, 2024

મોડાસામાં મુસ્લિમ બિરાદરોએ મહોરમની ભાવપૂર્વક ઉજવણી :તાજીયા જુલુસ નીકળતા લોકો ઉમટ્યા,મંત્રી ભીખુસિંહ પરમારના તાજીયા દર્શન


મોડાસા શહેરમાં શનિવારે તાજીયાનું મોડાસા નગરમાં કસ્બા સમાજના બિરાદરો દ્વારા જુલુસ નીકાળી શહેરના માર્ગો પર ફેરવવામાં આવ્યું હતું તાજીયા જુલૂસમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર,પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, મોડાસા નગર પાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર,કોર્પોરેટરો અને રથયાત્રા સમિતિ દ્વારા ઘોરીઓના ચોકમાં તાજીયા કમિટીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવતા કોમી એખલાસના દ્રશ્યો સર્જાયા હતા જીલ્લા પોલીસતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો મોહરમ પર્વમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહેતેમાટે જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસઅધિક્ષક કે.જે.ચૌધરી દ્વારા પેટ્રોલિંગ હાથધરાયું હતું

Advertisement

Advertisement

મોહરમના દસ દિવસ એટલે યૌમે આશુરાના દિવસ હજરત મોહંમદ પયગંબર સાહેબના નવાસા હજરત હુસેન સાહેબ સચ્ચાઈ અને ન્યાય સામેની લડાઈમાં શહીદ થયા હતા જેને મુસ્લિમ સમાજ દ્વારા દસ દિવસ સુધી માતમ મનાવવા સાથે રોજ મરાશિયા ગાવામાં આવે છે દસમા દિવસે રોજ રાખી ઈબાદત કરવામાં આવેછે મોહરમના દસમા દિવસે મોડાસા નગરમાં પરંપરાગત રીતે તાજીયા જુલુસ નીકાળવામાં આવ્યું હતું કસ્બા જમાત દ્વારા કાઢવામાં આવતા તાજીયા જુલૂસમાં “યા હુસેન” ના ગગનભેદી નારા સાથે મોટી સંખ્યામાં મોડાસા શહેર સહીત જીલ્લાના મુસ્લિમ બિરાદરો જોડાયા હતા તાજીયા જુલૂસમાં અખાડા ના કરતબ નિહાળી લોકો અભિભૂત બન્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!