ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસાની પાંચમી, છઠ્ઠી તથા સાતમી વાર્ષિક જનરલ સભા અરવલ્લી જીલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીકે અધ્યક્ષતામાં મોડાસાના શ્રી ઉમિયા મંદિર હોલ ખાતે યોજાઈ હતી જેમાં રેડ ક્રોસ સોસાયટીના હોદ્દેદારો અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા એક સાથે ત્રણ વર્ષની વાર્ષિક સામાન્ય સભામાં જીલ્લામાં જરૂરિયાતમંદ અને ગરીબ લાભાર્થીઓ માટે આરોગ્યલક્ષી સેવા સુદ્રઢ બને તે દિશામાં કામ કરવા સંકલ્પ કર્યો હતો
મોડાસાના શ્રી ઉમિયા મંદિર હોલમાં શનિવારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસાની પાંચમી, છઠ્ઠી તથા સાતમી વાર્ષિક જનરલ સભા યોજાઈ હતી જેમાં સભાના અધ્યક્ષ કલેકટર
પ્રશસ્તિ પારીકના હસ્તે નવી બ્લડ કલેક્શનવાની પૂજા વિધી સાથે વધાવી હતી અરવલ્લી રેડક્રોસની ટીમે કલેક્ટરનું શાલ અને ફુલછડીથી સન્માન કરવામાં આવ્યું હતું.પ્રાર્થના બાદ ચેરમેન ભરતભાઈ પરમારે સભામાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી જીલ્લામાં ચાલતી રેડ ક્રોસની વિવિધ પ્રવૃતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને આગામી સમયમાં નવા પ્રોજેક્ટ વિષે માહિતગાર કર્યા હતા સેક્રેટરી રાકેશભાઈ જોષીએ છેલ્લા ત્રણ વર્ષમાં રેડક્રોસ દ્વારા કરવામાં આવેલ સેવાકીય પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો.ટ્રેઝરર જીતેન્દ્રભાઈ અમીને ત્રણ વર્ષનું વાર્ષિક સરવૈયું અને હિસાબ રજૂ કરતા સર્વે સભાસદો દ્ધારા મંજૂર કરવામાં આવ્યું હતું. રેડક્રોસના કારોબારી સભ્ય વિઠ્ઠલભાઈ પટેલ દ્ધારા ગત જનરલ સભાનું પ્રોસેડિંગ વાંચી સંભડાવ્યું હતું. ત્યાર બાદ રેડક્રોસના દર કાર્યક્રમમાં સહયોગ આપતા ઊમિયા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રભુદાસ પટેલનું કલેક્ટરના હસ્તે ખાદીના રૂમાલ અને ફુલછડીથી સન્માન કરવામાં આવ્યું હતું.
રેડક્રોસની નવી બ્લડ કલેક્શન વાન મંજૂર થતાં દિલ્હી થી મોડાસા સહી સલામત લાવનાર કનુભાઈ પટેલ અને તેમના સાથી મિત્રોનું પણ કલેક્ટરના હસ્તે ખાદીના રૂમાલ અને ફુલછડીથી સન્માન કરવામાં આવ્યું હતું જનરલ સભાના અધ્યક્ષ પ્રશસ્તિ પારીકે કાર્યક્રમને અનુરૂપ ઉદભોદન આપી રેડક્રોસની સેવાકીય પ્રવૃત્તિઓ તથા કોરોનાકાળમાં કરેલ સેવાઓને બિરદાવી હતી ઉપરાંત આગામી સમયમાં રેડક્રોસ અરવલ્લીના વિકાસ માટે પ્રયત્ન કરવા જણાવ્યુ હતું. આ પ્રસંગે રેડક્રોસ સોસાયટીના સૌ કારોબારી સભ્યઓ,સભાસદો,તાલુકા શાખાના ચેરમેન-સેક્રેટરી, ઊમિયા મંદિરના ટ્રસ્ટીઓ, આમંત્રિત મહેમાનો, સ્ટાફ ગણ વગેરે હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કારોબારી સભ્ય જયેન્દ્રભાઈ પંડ્યા અને અરવિંદભાઈ શ્રીમાળીએ કર્યું હતું. આભાર વિધિ કારોબારી સભ્ય કે.કે.શાહએ કરી હતી. અંતે રાષ્ટ્રગીત ગાઈ સભા પૂર્ણ જાહેર કરાઇ હતી.