asd
28 C
Ahmedabad
Monday, September 16, 2024

અરવલ્લી : ભિલોડાના વણઝર ગામમાં દીપડો ત્રાટક્યો,ખેતરમાં પશુનું મારણ કરતા ખેડૂતો સહીત ગ્રામજનોમાં ફફડાટ,વનવિભાગ નિંદ્રામાં


ખેડૂતે વનવિભાગ તંત્રને જાણ કર્યા છતાં વનવિભાગના અધિકારીઓ અને કર્મીઓ રવિવારની રજાના મૂડમાં હોય તેમ ફરક્યા નહીં

Advertisement

નિંભર વનતંત્ર સામે ખેડૂત અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો

Advertisement

અરવલ્લીની ગીરીમાળાઓમાં અનેક વન્ય જીવો વસવાટ કરી રહ્યા છે ભિલોડા-શામળાજી પંથકમાં અવારનવાર દીપડાની પ્રજાતિ લટાર મારતી હોવાની અને ખેતરોના સીમાડા વટાવી ગ્રામ્ય વિસ્તારોમાં આંટા-ફેરા મારતા ખેડૂતો અને પ્રજાજનો દહેશત પેદા થઈ છે ચોમાસામાં ખેતીની સીઝન હોવાથી ખેતરો અને સીમાડાઓ ખેડૂતો અને શ્રમીકોથી ધમધમી રહ્યા છે ત્યારે ભિલોડાના વણઝર ગામ સહીત આજુબાજુના પંથકમાં દીપડાના આંટા-ફેરાથી લોકોના શ્વાસ અધ્ધર કર્યા છે વણઝર ગામના ખેતરમાં પશુનું મારણ કરતા પશુપાલકો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે વનવિભાગ તંત્ર દ્વારા દીપડાને ઝડપથી પાંજરે પુરાવામાં આવેની માંગ પ્રબળ બની છે

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, ભિલોડા પંથકના વણઝર,બેબાર, રામનગર, સુનોખ,વાંસેરા કંપા સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો વસવાટ જોવા મળી રહ્યો છે વણઝર ગામના ધર્મેન્દ્રભાઈ જીવાભાઈ વણકર નામના ખેડૂતના ખેતરમાં દીપડાએ ત્રાટકી પશુનું મારણ કરતા ખેડુત પરીવાર પર આભ તૂટી પડ્યું છે વનવિભાગ તંત્રને જાણ કરી હોવા છતાં વનવિભાગ તંત્રના અધિકારી કે કર્મચારીઓએ સ્થળ મુલાકાતની તસ્દી ન લીધી હોવાનો ખેડૂત પરિવારે આક્ષેપ કર્યો હતો વનવિભાગ તંત્ર પશુનું મારણ કરનાર દીપડો વધુ ખુંવારી કરે તે પહેલા પાંજરે પુરવામાં આવે અને ખેડૂતને પશુ મારણની સહાય ચુકવવામાં આવેની માંગ પ્રબળ બની છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!