ખેડબ્રહ્મા શહેરમાં સ્ટેશન વિસ્તાર માણેક ચોક રોડ દવે હોસ્પિટલ ડોક્ટરની સામે બંધ મકાનની ચોરોએ નિશાન બનાવી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાંગીના સહિત 15 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ જતા ખેડબ્રહ્મા પોલીસમાં થકે ફરિયાદ નોંધાયી છે.
ખેડબ્રહ્મમા તસ્કારો એ તરખાટ મચાવી છે થોડા સમય અગાઉ રોહિત સોનીની દુકાનની ચોરીની ઘટનાની સહી હજુ ભુસાઈ નથી ત્યારે ગઈ રાત્રે કોઠારી સુધીરભાઈ બંધ મકાને ચોરો ટાર્ગેટ બનાવ્યું ખેડબ્રહ્મા શહેરમાં જાણે ચોરોને કોઈપણ જાતનો ડરના હોય તેવી રીતના ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે પોલીસને ખુલ્લેઆમ ચેલેન્જ ફેકતા ચોરો મોકળુ મેદાન મળી ગયું છે પોલીસ પેટ્રોલિંગના અભાવના કારણે ચોરોને કોઈપણ જાતનો ડર રહ્યો ન હોય ગઈકાલે રાત્રે કોઠારી સુધીરકુમાર ચંપકલાલ અમદાવાદ પોતાના દીકરા પાસે ચાર પાંચ દિવસથી ગયા હતા ત્યારે બંધ મકાનમાં લોક તોડીને ચોર અંદર પ્રવેશ કરી તિજોરી માંથી 6 લાખ રોકડા,બે કિલો ચાંદી અને આઠ લાખનું સોનુ બંધ મકાનમાં ચોરો ટાર્ગેટ બનાવ્યું હતું આ મામલે મકાન માલિક કોઠારી સુધીરકુમાર ચંપકલાકે 15 લાખથી વધુની ચોરી થયા અંગે ખેડબ્રહ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ સ્થળ ઉપર પોહંચી સીસીટીવી કેમેરા તેમજ સ્કોટ ડોગ મદદથી આગળની કાર્યવાહી હાથ ધરી છે.