ભિલોડા,તા.૩૦
Advertisement
અધિકમાસ દર ત્રણ વર્ષે આવતો હોય છે.શ્રી પુરૂષોત્તમ ભગવાનની ભકિતભાવ પુર્વક શ્રધ્ધાભેર પુજન અને અર્ચન કરીને ભકતો ધન્યતા અનુભવી રહ્યા છે.
Advertisement
અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા – મેઘરજ તાલુકામાં પવિત્ર પાવન પુરૂષોત્તમ માસ દરમિયાન ભકિતભાવ પુર્વક શ્રધ્ધાભેર પુજા, પાઠ, પુજન, અર્ચન અને આરતી કરીને ભાવિક ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.
ભિલોડામાં હાથમતી નદી કિનારાના કોઝ-વે પાસે શ્રી વૈજનાથ મહાદેવ મંદિર નજીક પંચાલ ફળીમાં અધિક માસ દરમિયાન શ્રી પુરૂષોત્તમ ભગવાનની ભકિતભાવ પુર્વક પુજાવિધિ કરીને પંચાલ સમાજની મહિલાઓએ ૫૬ ભોગનો પ્રસાદ ધરાવીને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
Advertisement
Advertisement