બાયડ તાલુકાના ધોળીડુંગરી વાયા સાઠંબા માધવ ચોકડી સુધીના માર્ગ ઉપર રોજના હજારો વાહનોની અવરજવર થઈ રહી છે. આ માર્ગ પર સુજલામ બ્રિજ પર પર પડેલા ખાડાઓ તો જાનલેવા પણ સાબિત થાય તો પણ નવાઈ નહીં….!!!!!
જ્યારે સાઠંબા વિસ્તારમાં આવેલ ક્વોરી ઉદ્યોગના કારણે રોજના સંખ્યાબંધ ટ્રકો તથા અન્ય વાહનોની ભારે અવરજવરથી વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે અને તંત્ર દ્વારા ચોમાસા બાદ માત્ર નામ પૂરતા ખાડામાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી કામ બતાવવા ખાતર કરી કામગીરી બતાવવામાં આવતી હોય છે જ્યારે તાલુકાના સ્થાનિક જવાબદાર કર્મચારીને સાઠંબા જતો માર્ગ દેખાતો નથી કે પછી આંખ આડા કાન કરી માત્ર ખાડાપુરી કામગીરી બતાવવામાં આવી રહી હોય તેમ જણાઈ રહ્યું છે હજારો વાહનોની અવરજવરની દ્રષ્ટિએ જોતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગ ખરેખર યોગ્ય સમારકામ કરી વાહન ચાલકોને પરેશાની ધ્યાને રાખી જેમ બને તેમ જલ્દીથી કામ પૂર્ણ થાય તેવી વાહન ચાલકોની માગણી છે