બાયડ બજાર તથા બાયડ, ડેમાઇ, ચોઇલાં, સાઠંબા, ધનસુરા તરફ જતાં બાઈક નો કોઇ અતો પતો જોવા મળેલ ન હતો
ચોમાસાની ઋતુ બરાબરની જામી છે. ત્યારે બાયડ નગરમાં ઉઠાવગીરોએ તેમનો કસબ અજમાવવાનું ચાલુ કર્યું હોય તેમ બાયડ નગરમાં વાત્રક જવાના માર્ગ પર એક ખાનગી હોસ્પિટલ આગળ પાર્ક કરેલી બાઈક કોઈ ઉઠાવગીર ચોરી કરી ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
બાયડ-મોડાસા હાઇવે ઉપર આવેલ ખાનગી હોસ્પિટલ આગળ બાઈકની તસ્કરી થવા પામી હોવાની ફરિયાદ બાયડ પોલીસ મથકે નોંધાવા પામી છે. વધુ પ્રાપ્ત વિગતો મુજબ વિપિસિંહ વખતસિંહ ચૌહાણ રહે. ચાદરેજ તા. બાયડએ બાયડ ખાતે આવેલ સંજીવની હોસ્પિટલે તેમના બહેન દાખલ હતા તેમની ખબર પૂછવા હોસ્પિટલમાં ગયા હતા તેમની બાઈક બહાર પાર્ક કરેલી હતી હોસ્પિટલમાં ખબર પુછીને બહાર નીકળતા હતા ત્યારે બાઈક જે જગ્યાએ મૂકી હતી તે જગ્યા બાઈક જોવા મળેલ ના હતું આથી બાઈક વિશે આજુબાજુ તપાસ કરતાં કોઈ જગ્યાએ બાઈક જોવા મળેલ ન હતી બાઈક ની કિંમત રૂપિયા 20000/- ચોરી થવા પામી હતી.
બાયડ પોલિસે વિપિસિંહ વખતસિંહ ચૌહાણ રહે. ચાદરેજની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી