અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં નગરપાલિકા સંચાલિત સ્ટ્રીટ લાઈટના થાંભલા પર લગાવેલ સેફટી બોક્ષ અનેક જગ્યાએ તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે સેફટી બોક્ષ તૂટી જતા જીવંત વાયરો ખુલ્લા થઇ જવાથી અને વીજવાયરો પર લગાવેલ પ્લાસ્ટિક કવર પર નીકળી ગયું હોવાથી જીવંત તાર રીતસરના નિર્દોષ લોકોના માથા પર મોતની માફક લટકી રહ્યા છે મોડાસા શહેરની મખદૂમ ચોકડી નજીક સ્ટ્રીટલાઈટ ના પોલ પરથી વીજકરંટ ઉતરતા એક યુવક અને બે ગાયને વીજ કરંટના ઝટકા લાગતા નજીક ઉભેલા જાગૃત યુવકોએ સ્થાનીક કોર્પોરેટર લાલાભાઈ વાયરમેનને જાણ કરતા સ્થળ પર પહોંચી નગરપાલિકાને જાણ કરતા મખદૂમ ચોકડી થી મદીના મસ્જિદની સ્ટ્રીટ લાઈટ બંધ કરી દીધી હતી સદનસીબે મોટી જાનહાની ટળી હતી
મોડાસા નગરપાલિકા દ્વારા શહેરના મુખ્યમાર્ગો અને રહેણાંક વિસ્તારોના માર્ગો પર સ્ટ્રીટ લાઈટ લાઈટ લગાડવામાં આવી છે નગર પાલીકા સ્ટ્રીટ લાઈટના થાંભલાની યોગ્ય રીતે જાળવણી ન કરતા છાસવારે સ્ટ્રીટલાઈટનો પુરવઠો ખોરવાઈ જતો હોય છે અને કેટલાક વીજપોલ પર વીજવાયરની સેફટી માટે લગાવેલ સેફટી બોક્ષ પણ તૂટી ગયા હોવાથી વીજ અકસ્માતની દહેશત સર્જાઈ છે
મોડાસા શહેરના કોલેજ રોડ પર આવેલી મખદૂમ ચોકડી નજીક રવિવારે રાત્રે સ્ટ્રીટલાઈટના વીજપોલ પરથી કરંટ ઉતારતા નજીકથી પસાર થતા યુવકને વીજ કરંટનો ઝાટકો લાગ્યા બાદ બે ગાયને વીજ કરંટ લાગતા ભારે અફડાફડી મચી હતી વીજપોલ પરથી કરંટ ઉતરતા હોહા થતા નજીક ઉભેલા જાગૃત યુવકોએ સ્થાનિક કોર્પોરેટર લાલાભાઇ વાયરમેનને ફોન કરી હકીકત જણાવતા તાબડતોડ દોડી આવી ટેસ્ટરથી ચેક કરતા ખુલ્લા વીજવાયર માંથી વીજકરંટ લાગતો હોવાનું જણાતા નગરપાલિકાના વીજકર્મી કૌશિકભાઈને જાણ કરી મખદૂમ ચોકડી થી મદીના મસ્જિદ સુધી સ્ટ્રીસ્ટ લાઈટ બંધ કરી દેવામાં આવી હતી જાગૃત યુવકોની જાગૃતતાના પગલે વીજ અકસ્માતની ઘટના અટકતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો વીજકરંટના પગલે સ્ટ્રીટ લાઈટ બંધ કરાતા મખદૂમ ચોકડીથી મદીના મસ્જિદ રોડ પર અંધારપટ છવાયો હતો