ચોમાસાની ઋતુમાં વાહનો સ્લીપ થવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતો હોય છે અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ડીપ વિસ્તારમાંથી પસાર થતી બાઈક સ્લીપ થતા બાઈક ચાલક યુવક રોડ પર પટકાતા ઈજાગ્રસ્ત થતા અકસ્માતના પગલે લોકો દોડી આવ્યા હતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે યુવકને સારવાર અર્થે દવાખાને ખસેડ્યો હતો
મોડાસા-શામળાજી રોડ પર ડીપ રોડ પર મહેસાણા કોર્પોરેશન બેંક નજીક રવિવારે રાત્રે રોડ પરથી પસાર થતો બાઈક ચાલક સ્લીપ ખાઈ જતા ધડાકાભેર રોડ પર પટકાતા અકસ્માત સર્જાયો હતો રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને જાગૃત નાગરિકે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરતા સ્થળ પર દોડી આવેલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના ઈએમટીએ પ્રાથમિક સારવાર આપી સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખસેડી દીધો અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ બાઈક ચાલક યુવકનો બચાવ થતા હાશકારો અનુભવ્યો હતો