પુરુષોત્તમ પૂર્ણિમા અને ભગવાન વિષ્ણુની ઉપાસના અને ઉપવાસનું મહાપર્વ એટલે અધિકમાસની પૂર્ણિમા
આજે અધિકમાસની પૂર્ણિમા છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં આજે અધિકમાસની પૂર્ણિમાના દિવસે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. જ્યાં શામળાજી ખાતે મેળો પણ ભરાય છે.આ મેળામાં સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે.ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવશે.અરવલ્લીની ગીરીમાળાઓની વચ્ચે આવેલુ કાળીયા ઠાકોર નું ધામ એટલે શામળાજી, પ્રકૃતિની વચ્ચે ભક્તિમય વાતાવરણનો અદભુત અનુભવ થાય છે. આજે એવી જ રીતે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યા. વરસાદી વાતાવરણમાં ચારે બાજુ અરવલ્લીની ગિરિમાળાઓ પ્રકૃતિથી સૌંદર્યમાન છે ત્યારે શામળાજીમાં અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો