“નારી વંદન ઉત્સવ-2022” ના ભાગ રૂપે “મહિલા સુરક્ષા દિવસ” ની ઉજવણી અંતર્ગત અરવલ્લી પોલીસ દ્વારા મોડાસા ખાતે મહિલા સુરક્ષા, સ્વરક્ષણ, સાયબર ક્રાઇમ અને અન્ય બાબતો વિષયને લઈને રેલી કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને અરવલ્લી જિલ્લા પોલીસના મહિલા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવ 1લી થી 7મી ઓગસ્ટ સુધી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓ થશે. તેને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા પોલીસે પ્રથમ દિવસને મહિલા સુરક્ષા દિવસ તરીકે ઉજવ્યો હતો.આ કાર્યક્રમમાં સાયબર ક્રાઈમ અને સલામતીનાં પગલાંનું જ્ઞાન, સ્વરક્ષણ પ્રદર્શન, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની સુખાકારી માટે She ની ટીમની પ્રવૃત્તિઓ, E FIR વિશેની માહિતી અને અન્ય મહત્વપૂર્ણ ટીપ્સ આપવામાં આવી હતી. આનો ઉદ્દેશ્ય મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનો અને તેમને વિવિધ ગુનાઓ અને તેમની સુરક્ષા માટે અસરકારક પગલાં વિશે જાગૃત કરવાનો છે. તેમજ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ઘરેલુ હિંસા અધિનિયમ વિશે જાણકારી આપવામાં આવી.