બુટલેગરો માટે સિલ્કરૂટ તરીકે જાણીતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે નં-8 પરથી જીલ્લા પોલીસતંત્ર સતત વિદેશી દારૂ ઝડપી રહી છે શામળાજી પોલીસે તત્કાલીન જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ છેલ્લા 24 કલાકમાં શામળાજી પંથકમાંથી વિદેશી દારૂ ભરેલી બે કારને ફિલ્મીઢબે પીછો કરી ટોરડા ગામની સીમમાં બ્રેઝા કારમાંથી 749 વિદેશી દારૂની બોટલ અને મોટા કંથારીયા ગામ નજીક ઇકો કારમાંથી 1814 વિદેશી દારૂની બોટલ સાથે લાખ્ખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
શામળાજી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા રતનપુર ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકીંગ હાથધરી અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથધરતાં શામળાજી પોલીસને ઇકો કારમાં વિદેશી દારૂ ભરી વાકાટીમ્બા થઇ મોટા કંથારીયા તરફ પસાર થવાની બાતમી મળતા પોલીસે દહેગામડા નજીક નાકાબંધી કરતા બાતમી આધારિત ઇકો કાર ચાલકે રિવર્સ કરી પરત હંકારી મુકતા પોલિસી પીછો કરતા કાર ચાલક બુટલેગર કાર મોટા કંથારીયા નજીક કાર મૂકી ઝાડી-ઝાંખરામાં ફરાર થઇ જતા પોલીસે ઇકો કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-1814 કીં.રૂ.226800/-ના જથ્થા સાથે 4.26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અન્ય એક બ્રેઝા કારનો બાતમીના આધારે ફિલ્મીઢબે પીછો કરતા કાર ચાલક બુટલેગર ટોરડા નજીક કાર મૂકી ફરાર થઇ જતા પોલીસે બિનવારસી બ્રેઝા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-749 કીં.રૂ.204040/-ના જથ્થા સાથે 9.04 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને કારમાં વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અજાણ્યા બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી