asd
28 C
Ahmedabad
Monday, September 16, 2024

ઉર્જા કૌભાંડ અંગે કોંગ્રેસ આક્રમક : અરવલ્લી કલેકટરને આવેદનપત્ર આપી ઉર્જા કાંડમાં સંડોવાયેલ દોષિતોને તાત્કાલિક ધરપકડની માંગ


અરવલ્લી જીલ્લામાં ઉર્જા કૌભાંડમાં સંડોવયેલ આરોપીઓના તાર રાજકારણ સાથે જોડાયેલા હોવાની ચર્ચા
સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં પૈસાના અને રાજકીય જોરે રોડ નાખવાનો પ્રયાસ થઇ રહ્યો છે…!!
કોંગ્રેસે ઉર્જા કૌભાંડમાં તપાસની માંગ કરતા બેરોજગાર યુવાઓએ કોંગ્રેસની કામગીરીની સરહના કરી

ગુજરાત રાજયની વીજ કંપની જેવી કે ડીજીવીસીએસ, એમજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ અને જીએસઇસીએલમાં વર્ષ 2020 અને 2021 માં વિદ્યુત સહાયકની ભરતીની ઓનલાઇન પરીક્ષામાં ગેરરિતી આચરી ઉમેદવારાનો પાસ કરાવવાના કૌભાંડમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અનેક કૌભાંડીઓની ધરપકડ કરી ચુકી છે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં લાખ્ખો રૂપિયા ખર્ચી અનેક ઉમેદવારો વિદ્યુત સહાયક તરીકે ખોટી રીતે નોકરીએ લાગી ગયા હોવાની સતત ચર્ચા ચાલી રહી છે ત્યારે અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિ ઉર્જા ભરતી કૌભાંડ અંગે આક્રમક બની જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સમગ્ર કૌભાંડની તપાસ ઝડપથી કરવામાં આવે અને દોષિતોની ધરપકડની માંગ કરી હતી.

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, કોંગ્રેસ અગ્રણી અરૂણભાઈ પટેલ અને જીલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોએ જીલ્લા કલેકટર પ્રશસ્તિ પરીકને આવેદનપત્ર આપી ઊર્જા ભરતીમાં પૈસાના જોરે આચરેલ નોકરી કૌભાંડની યોગય અને ઝડપી તપાસની માંગ કરી હતી ઊર્જા કૌભાંડ ખુબ જ શરમજનક છે માં-બાપ પેટે પાટા બાંધી તેમના સંતાનોને અભ્યાસ કરાવતા હોય છે અને તેમના સંતાન કોઈ સારી જગ્યાએ સરકારી નોકરી પ્રાપ્ત કરે ત્યારે ઉર્જા કૌભાંડના તાર અરવલ્લી જીલ્લા સાથે સંકળાતા ખુબ જ દુઃખદ ઘટના છે જે યુવાઓ નોકરીને લાયક છે તે નોકરીથી વંચિત રહ્યા છે અને પૈસાના જોરે ગેરલાયક ઉમેદવારો નોકરી મેળવી લીધી છે સતત થતા સરકારી નોકરીમાં કૌભાંડથી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોનો વીશ્વાસ તૂટી ગયો છે ડબલ એન્જીનની સરકાર ફેઈલ હોવાની સાથે સરકારી નોકરી કૌભાંડને પગલે દેશનું ભવીષ્ય ધૂંધળુ બનશે તેમ જણાવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!