સાઠંબા-ગાબટ-ઉભરાણ-અણિયોર થઈ જીલ્લા મથકે મોડાસા પહોંચતો રસ્તો બિસ્માર હાલતમાં હોઈ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. આ રોડના ખાડાઓથી વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓથી મુસાફરોને જાણે કે ઊંટની સવારી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
અહીંથી નીકળતા અધિકારીઓની આ રોડની હાલત નજરે નહિ પડતી હોય….!!!
જાણે કે તંત્રને પેટમાંથી પાણી જ નહીં હાલતું ના હોય…!!!
મોડાસાથી અણિયોર ઉભરાણ થઈ સાઠંબા જતા રસ્તામાં વચ્ચે મોરલી, અમલાઈ કંપામાં ખાડા પડી જવાથી વાહનચાલકોને અનેક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડતું હોય છે.
શું આવા તૂટેલી હાલાતવાળા રસ્તાનો ખાડા પૂરવાનો સમય પણ નહિ હોય..!!!
આ જ રીતે રોડની મરામત કરવામાં નહિ આવેતો આ રસ્તાની દિવસેને દિવસે હાલાત વધુ ખરાબ થઈ જશે રોજના રોજ અપડાઉન કરતા વ્યક્તિઓને આ રસ્તે અવારનવાર જવાનુ હોય છે.અનેક હાલાકીનો સામનો કરવો પડે તો હોય જ છે.
આ રસ્તાનું સમારકામ ક્યારે થશે…???
તંત્ર આના વિશે શું કરશે તે જોવું રહ્યું…..!!!