અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી નજીક આવેલા અઢેરા ગામે જવાના માર્ગ પર આવેલી ડીપમાં સામાન્ય વરસાદમાં પણ પાણી આવી જાય તો રસ્તો બંધ થઈ જાય છે. અને એક કિ.મી.ના અંતરે આવેલા ગામે જવા માટે અઢેરા ગામના લોકોને પંદર કિલોમીટરનું અંતર કાપીને જવું પડે છે…..!!!!
ભિલોડા તાલુકાના શામળાજી નજીક આવેલું એવું ગામ અઢેરા તરફ જતા વચ્ચે એક ડીપ બનાવેલી છે કોંગ્રેસ સરકાર વખતે પણ હજુ સુધી નાલા નાખીને એ પ્રશ્ન હલ થયો નથી તેમજ દર ચોમાસાની સિઝનમાં વધુ વરસાદ પડે તો ચારથી પાંચ ફૂટ પાણી ત્યાંથી પસાર થાય છે તો આ કામ કરવામાં આવે તો પબ્લિકને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેમજ ત્યાં પાણી ચાલુ થાય તો 15 કિલોમીટર સુધી રોંગ જવું પડે છે માત્ર એ થઈ જાય તો ત્યાંથી ગામએક કિલોમીટર જ છે પરંતુ એ કામ ના થાય અને પાણી ચાલુ હોય તો 15 કિલોમીટર અવળું જવું પડતું હોય છે તેમજ કેટલાય ગામોનો રસ્તો પણ છે 70 થી 80 ગામડાઓ ત્યાંથી પસાર થાય છે પણ તંત્રને શું દેખાતું નથી કે શું તે જોવું રહ્યું તેમજ લોકોને ચાલીને જવા માટે બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ એ જ માર્ગ રાજસ્થાન સુધી નો માર્ગ છે તો હવે વિચારવાનું રહ્યું કે એ જ રોડ પર અવરજવર કેટલી હશે