અરવલ્લી જીલ્લાની અલગ-અલગ શાળાની વિદ્યાર્થીનીઓને જીલ્લા કલેકટર પ્રશસ્તિ પારિકે સફળતાનો મંત્ર આપ્યો, ‘કોઈ પણ સપનાને સાકાર કરવા માટે મેહનત,એકાગ્રતા જરૂરી છે.મોટા સપના સાકાર કરવા માટે પાયો ખુબજ મજબૂત હોવો જોઈએ,કોઈપણ સફળતા અચાનક નથી મળતી, ઘણા પડાવથી પાર થવું પડે છે.પરંતુ એ દરેક પડાવનો સામનો કર્યા પછી સફળતા ચોક્કસ મળે છે
રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ જ દિશામાં વધુ એક નક્કર કદમ ભરી નારી સંરક્ષણ અને સન્માન માટે નારી વંદન ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
અરવલ્લી જિલ્લા ખાતે કલેકટર કચેરીમાં ‘નારી વંદન ઉત્સવ 2023’ અંતર્ગત ‘કોફી વિથ કલેકટર’ કાર્યક્રમ યોજાયો. જેમાં અરવલ્લી જિલ્લાની શાળાઓમાંથી અલગ અલગ પ્રકારની સિદ્ધિઓ મેળવેલ વિદ્યાર્થીઓએ કલેકટરશ્રી પ્રશસ્તિ પારીક સાથે મુલાકાત કરી તેમની સાથે સંવાદ કર્યો, જેમાં વિદ્યાર્થીઓએ અનેક પ્રકારના સવાલો તેમને મૂંઝવતા પ્રશ્નો કલેકટરને પૂછ્યા હતા વિદ્યાર્થીઓના દરેક પ્રશ્નોના જવાબ સહજતાથી આપ્યા હતા.બાળકીઓને IAS & IPS બનાવા વિશે પ્રશ્નો પૂછતાં તેઓએ પોતાના અંગત અભિપ્રાયો તેમની સાથે પ્રગટ કરીને બાળકોમાં પ્રેરણારૂપ માર્ગદર્શન આપ્યું અને બાળકીઓને ઉત્સાહ પૂર્વક,તણાવમુક્ત રીતે અભ્યાસ કરવા સાથે રમત-ગમત પ્રવૃત્તિઓમાં જોડાવા માટે તેમને પ્રોત્સાહિત કર્યા.
વિદ્યાર્થીઓએ કલેકટરના અનુભવો વિશે, તેઓની કલેકટર સુધીની સફર, તેમના અનુભવો વિશે, તેમજ અનેક બીજા વિષયમાં મૂંઝવતા પ્રશ્નો પૂછ્યા હતા. ખુબજ સુંદર અને સંતોષકારક જવાબ કલેક્ટરશ્રીએ આપ્યા હતા.પ્રશ્નોને સાંભળીને તેમનાં આગળના અભ્યાસ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું