ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવનાર યુવાન દહેગામ તાલુકાના દેવકરણના મુવાડાનો હોવાનું આવ્યું સામે
નરેશ રાવળ નામના યુવકે ગળાફાંસો ખાઈ જીવન કેમ ટુંકાવ્યું તે કારણ અકબંધ
બાયડ તાલુકાના આંબલીયારા પોલીસ મથક વિસ્તારમાં આવેલા વાંકાનેડા ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં એક યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ આંબલીયારા પોલીસ મથકના વાંકાનેડા ગામે આવેલી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં એલિવેશનની પાઈપ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાધેલી લાશ જોવા મળતાં સ્થાનિકોએ મરનાર નરેશભાઈ શનાભાઈ રાવળના ભાઇ મહેશભાઈ શનાભાઈ રાવળ દેવકરણના મુવાડાને જાણ કરતાં મહેશભાઈએ આંબલીયારા પોલીસને જાણ કરતાં આંબલીયારા પોલીસ મથકના પીએસઆઈ એસ ડી માળી અને તેમની પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે જીતપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપી મોત અંગેના કારણોની તપાસ હાથ ધરી છે.