જો તંત્ર દ્વારા દબાણનો નિકાલ ટુંક સમયમાં નહીં કરવામાં આવે તો નાછુટકે મામલતદાર કચેરીએ ધરણાં પર બેસવામાં આવશેઃગ્રામજનો
બાયડ તાલુકાની છભૌ ગ્રામ પંચાયતના ચોકડીયાના ગ્રામજનોએ સોમવારે ચોઘડિયા ગામે સ્મશાને જવાના રસ્તા પર થયેલા દબાણ મુદ્દે બાયડ મામલતદાર કચેરીએ પહોંચી મામલતદાર બાયડ ને આવેદનપત્ર આપી દબાણ દૂર કરી આપી રસ્તો ખુલ્લો કરી આપવા ઉગ્ર રજૂઆત કરી હતી
વધુ પ્રાપ્ત વિગતો મુજબ બાયડ તાલુકાના છભૈા ગ્રામ પંચાયતના પેટા પરા ચોકડીયા ગામમાં આવેલ સર્વે નં.૪૭૦, જેનો ખાતા નંબર-૪૩૧, વાળી સરકારી જમીનમાં તળાવ તથા ખરાબો આવેલ છે. જેમાં કેટલાક ઈસમો દ્વારા તળાવ
પર જવાનો માર્ગ ઉપર જાજરૂ તથા પશુ બાંધવાથી સ્મશાન તરફ જવાના માર્ગ પર સખ્ખત અડચણ થાય છે. તથા સ્મશાનની બાજુમાં આશરે ૧૫ થી ૨૦ મકાનોના રહીશો રહે છે. તેમણે અવર જવર કરવામાં પણ મુશકેલી છે. સ્મશાનયાત્રા, તથા સ્કુલે જતાં બાળકો તથા ૧૦૮ વાહન તથા સાબરડેરીની પશુ બીમાર થાય તો વિઝીટનું વાહન પણ જઈ શકતુ નથી જેથી કરીને સદર દબાણની શીટની નકલ ડી.એલ.આર. કચેરી દ્વારા તા.૩૧/૦૭/૨૦૨૩ ના રોજ મળેલ છે. જેની નકલ સામેલ છે. જેથી ગ્રામ જનોની માગણી છે કે સદર દબાણ સમય મર્યાદામાં દુર ન થાય તો અમો ગ્રામજનો
૭ દિવસ બાદ મામલતદાર કચેરીએ ધરણા પર બેસવા માટે ફરજ પડશે. આજથી ૨ દિવસ અગાઉ ચોકડીયા ગામમાં મરણ થયેલ હતુ અને સ્મશાનમાં જવા માટેનો રસ્તો બબાજી રયજીજી ઝાલા વિગેરેએ સ્મશાનમાં જવાનો રસ્તો બંધ કરી દીધેલ હતો અને તે વખતે ગામના સરપંચ એ આવીને તે વખતે ખોલાવેલ હતો પંરતુ અમો સ્મશાનમાં અગ્નિદાહ કરીને આવ્યા ત્યારે પાછો રસ્તો બંધ કરી દિધો હતો જેથી સ્મશાનમાં આવવા જવાનો રસ્તો બબાજી રયજીજી ઝાલા એ બંધ કરી દિધેલ હોય તો સ્થળ ઉપર આવી તેની તપાસ કરી અને સ્મશાનમાં જવાનો રસ્તો ખુલ્લો કરી આપવા આપવા ગ્રામજનોએ માંગ કરી છે.