38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા શહેરના મેઘરજ રોડ પર આખલા યુદ્ધ થતા રાહદારીઓ અને...

અરવલ્લી : મોડાસા શહેરના મેઘરજ રોડ પર આખલા યુદ્ધ થતા રાહદારીઓ અને વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા

0
133

આખલા યુદ્ધ દરમિયાન થોડી વાર માટે ટ્રાકિકજામની પરિસ્થિતિનું નિર્માણ
રખડતા પશુઓને તંત્ર પકડીને પાંજરાપોળમાં મૂકે તેવી લોકમાંગ

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં મુખ્યમાર્ગો પર અને રહેણાંક વિસ્તારોમાં રખડતાં પશુઓ અને આખલાઓથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે મોડાસા શહેરના મેઘરજ રોડ પર રાત્રીના સુમારે બે આખલાઓ બાખડતા રાહદારીઓમાં નાસભાગ મચી હતી ભૂરાંટા બનેલા આખલા યુદ્ધનેલઈ રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. શહેરમા રખડતા પશુઓના કારણે રાહદારીઓ અને વાહનચાલકો માટે પરેશાનીઓ વધી ગઈ છે.

મોડાસા શહેરના મુખ્ય માર્ગ અને સોસાયટી વિસ્તારમાં રખડતા પશુઓએ અડિંગો જમાવ્યો છે. જેને કારણે ટ્રાફિકમાં અડચણ સાથે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે, ત્યારે બુધવારે રાત્રીના સુમરે મેઘરજ રોડ પર આવેલી શ્રી રામ હેરિટેઝ એપાર્ટમેન્ટ સામે બે આખલા વચ્ચે યુદ્ધ થયું હતું. જેથી રાહદારીઓ સાથે વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બે આખલાઓએ જાણે સમગ્ર જાહેર માર્ગને બાનમાં લીધો હોય તેમ જોવા મળ્યું હતું. આ આખલા યુદ્ધના પગલે રાહદારીઓ અને વાહનચાલકો હાલાકી પડી હતી અને થોડી વાર માટે ટ્રાકિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે રખડતા પશુઓને વહેલી તકે તંત્ર પકડીને પાંજરાપોળમાં મૂકે તેવી લોકમાંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!