તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી નહીં કરી હોવાનો રહીશોનો આક્ષેપ
ફાઈટર મશીન મુકી ભરાયેલા પાણીનો નિકાલ કરવા સ્થાનિકોની માંગ
અહીં આવેલી આંગણવાડીમાં પણ બાળકો બેસી શક્તા નથીઃકાર્યકરના ઘેર બેસાડી ભણાવાય છે
બાયડ નગરમાં એક મહિના પહેલા ૪ થી ૫ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ચારેબાજુ બાયડના નિચાણવાળા વિસ્તારમાં સોસાયટી તેમજ ઝુપડીપટ્ટી વિસ્તારમાં પાણી ભરાયા
હતા. ત્યારે બાયડ નગર ખાતે આવેલી લાખેશ્વરી વિસ્તારમાં અંદાજીત ૧૦૦ જેટલા મકાનમાં પાણી ઘુસ્યા હતા ત્યાર બાદ પાણી નો નિકાલ કરવા માટે બાયડ નગરપાલિકાએ ઈલેકટ્રીક મોટર તથા વાહન દ્વારા પાણી ખેંચવા માટે મોટર મુકવામાં આવી હતી. તેમ છતાં અમુક વિસ્તાર એક મહિના જેટલો સમય વિતવા છતાં હજુ પાણીનો નિકાલ થયો નથી લાખેશ્વરી વિસ્તારના રહીશો કહી રહ્યા છે કે એક મહિનો વિતવા છતાં હજુ અમારા ઘરમાં ઘુંટણ સમા પાણી
ભરાયેલા છે.
બાયડ નગરપાલિકામાં આ વિસ્તારમાં ભરાયેલા પાણી વિશે રહિશોએ અગાઉ પણ રજુઆત કરી હતી તો પણ હજી સુધી કોઈ નિકાલ થયો નથી લાખેશ્વરી વિસ્તારમાં પાણી ભરાવા થી રોગચાળો ફાટી નિકળ્યો છે જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ઝાડા-ઉલટી કેંસો જોવા મળ્યા હતા લાખેશ્વરી વિસ્તારના નાગરીકો કહી રહ્યા છે કે આ પાણીનો નિકાલ ક્યારે
નિકાલ થશે… ???