બાયડ નગર ખાતે વિસ્તારમાં મલાણિયા વિસ્તારમાં રહેતા વસાવા પરીવારનું દિકરીને હિંમતનગર ખાતે આવેલી મેડીકલ કોલેજમાં એડમિશન મળ્યું હતું. દિકરીને પિતા વસાવા રમેશભાઈ બાબુભાઈ છુટક મજુરી કરીને ગુજરાન ચલાવે છે. રમેશભાઈ ને ત્રણ દિકરી અને એકદિકરોછે. મોટી દિકરી લગ્ન કરી દિધ્યાછે. બીજા નંબર ની દિકરી ઘરકામ કરેછે.ત્રીજી દિકરી શુશીલા ધો.૧૦માં ૯૭.૫૦ પર્સન્ટાઈલ રેન્ક, ધો. ૧૨ માં ૯૩.૮૨પર્સન્ટાઈલ રેન્ક તેમજ નીટમાં ૩૧૧ માર્કેસ મેળવી ને હિંમતનગર ખાતે આવેલી મેડીકલ કોલેજમાં મેરીટમા નંબર લાગતા સુશીલાબેન ને મંગળવારના રોજ હિંમતનગરની મેડીકલ કોલેજમાં બોલાવ્યા છે. શુશીલાબેન ધો.૧૦,૧૨ માં કોઈપણ પ્રકારનું ટ્યુશન વિના સિધ્ધી હાંસલ કરી હતી. મધ્યમ વર્ગની દિકરીને મેડીકલ કોલેજમાં નંબર મેળવતા વસાવા પરીવાર તેમજ માતા- પિતામાં ખુશીની લાગણી છવાઈ હતી.
બાયડ શ્રી એન.એચ.શાહ હાઈસ્કુલ તેમજ બાયડ નગરમાં નામ રોશન કર્યું હતું. વાલીઓ પોતાના બાળકને મેડીકલમાં એડમિશન લેવા માટે એલન આકાશ જેવા કલાસીસમાં ગાંધીનગર અને અમદાવાદમાં ખુબ જ મોટી રકમની ફી ભરીને બાળકોને તૈયારી કરાવતા હોય છે તેમ છતાં ધાર્યું પરીણામ મળતું નથી પરંતુ શાળાની વિદ્યાર્થી વસાવા સુશીલા જેના માતા-પિતા ખેત મજુરી કરે છે.