asd
28 C
Ahmedabad
Monday, September 16, 2024

અરવલ્લી : માલપુર પોલીસની નાક નીચે અણીયોર ગામમાં પાન પાર્લરમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડાનું પર્દાફાશ કરતી LCB પોલીસ


 

Advertisement

માલપુર પંથકમાં થોડા મહિના અગાઉ એક દુકાનમાં ખુલ્લેઆમ વિદેશી દારૂના વેચાણ વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો
માલપુર નગર અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી-વિદેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે,વિદેશી દારૂના 22 જેટલા દારૂના અડ્ડા હોવાની ચર્ચા
માલપુર અને ગ્રામ્ય વિસ્તારોમાં બુટલેગરો પર સ્થાનિક પોલીસના છુપા આશીર્વાદ હોવાની ચર્ચા
અણીયોર ગામના શિવ શક્તિ પાન પાર્લરમાં ખુલ્લેઆમ વિદેશી દારૂના વેપલા સામે માલપુર પોલીસની ધુતરાષ્ટ્ર નીતિનો લોકોનો આક્ષેપ

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લામાં નવનિયુક્ત એસપી શૈફાલી બારવાલના આગમન પછી બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે કેટલાક બુટલેગરો સ્થાનિક પોલીસ સાથે ભાઈબંધી બાંધી દારૂનો વેપલો કરી રહ્યા છે માલપુર પીઆઇ મૌલીક ચૌધરી માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની કામગીરી અટકાવવામાં નિષ્ફ્ળ રહ્યા હોય તેમ માલપુર નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂની રેમલછેલ જોવા મળી રહી છે જીલ્લા એલસીબી પોલીસે અણીયોર ગામમાં આવેલ પાનપાર્લર માંથી 5 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પાનપાર્લરમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડાનો પર્દાફાશ થતા માલપુર પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે

Advertisement

પ્રપ્ત માહિતી અનુસાર,અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમને માલપુર તાલુકાના અણીયોર ગામમાં આવેલા શિવશક્તિ પાનપાર્લર નામની દુકાનની આડમાં વિદેશી દારૂનો અડ્ડો ધમધમતો હોવાની બાતમી મળતા તાબડતોડ શિવશક્તિ પાનપાર્લરમાં રેડ કરી પાનપાર્લરમાં તપાસ હાથધરાતા પાનપાર્લરની પાછળના ભાગે વેપલા માટે સંતાડીને રાખેલ 5 હજારથી વધુની કિંમતના 64 જેટલા વિદેશી દારૂના ક્વાંટરીયા અને દેશી મંદિરની બોટલનો જથ્થો જપ્ત કરી પાનપાર્લર માલિક કાળુ જુંજાર ખાંટ (રહે,કામલીયા, તા-ધનસુરા) નામના બુટલેગરને દબોચી લઇ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!