અરવલ્લી જીલ્લામાં બે દિવસમાં બે મહિલાનું સર્પ દંશથી મોત,મહિલાઓ ના મોત માટે ઝેર નહીં અંધશ્રદ્ધા જવાબદાર…!!
Mera Gujarat ની ભુવા અને મંદિરના મહરાજને નમ્ર અપીલ કે સાપ કરડતા આપની પાસે આવેલ વ્યક્તિને દવાખાને સારવાર કરવા મોકલો
સર્પદંશમાં સમયસર મળેલી સારવાર થી વ્યક્તિનો જીવ બચી શકે છેAdvertisement
આધુનિક અને ડિજિટલ ઇન્ડિયાના ખ્વાબમાં રાચતા લોકો અંધશ્રદ્ધામાં ગળાડૂબ બન્યા છે આધુનિકતાના આંધળા અનુકરણ પાછળ નાની નાની વાતોમાં હતાશ થઇ જતા ભુવા અને તાંત્રિકોનો સહારો લઇ બરબાદીની ગર્તામાં ધકેલાઈ રહ્યા છે અરવલ્લી જીલ્લામાં અંધશ્રદ્ધાના ભરડામાં અનેક લોકો પીડાઈ રહ્યા છે માલપુર તાલુકાના ગણેશખાંટના મુવાડા ગામની મહિલાને સાપ કરડતા ભુવા પાસે લઇ જતા મોત નીપજ્યું હોવાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે મેઘરજ તાલુકાના લખીપુર ગામની મહિલાને સાપ કરડતા ભુવા પાસે લઇ ગયા બાદ મહિલાને ઝેરની અસર વ્યાપી જતા મોત નિપજતા ભારે ચકચાર મચી હતી
આજકાલ અંધશ્રદ્ધા અને તાંત્રિકોની મેલી પ્રવૃત્તિને લીધે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે મેઘરજ તાલુકાના લખીપુર ગામની મંજુલાબેન અમૃતભાઈ રાવળ નામની મહિલાને કોબ્રા સાપ કરડતા પરિવારજનોએ સાપનું રેસ્ક્યુ કરનાર નિલેશભાઈ નામના જીવદયા પ્રેમીને બોલાવતા સાપનું રેસ્ક્યુ કર્યું હતું કોબ્રા સાપ કરડ્યો હોવાથી મહિલાના પરિવારજનોને દવાખાને સારવાર માટે લઇ જવા જણાવતા પરિવારજનો અંધશ્રદ્ધાથી પીડાતો હોવાથી ભુવા પાસે લઇ ગયો હતો ભુવાએ ઝેર ઉતારવાની વિધિ કર્યા બાદ ઘરે લઇ જવાનું જણાવતા પરિવારજનો મહિલાને ઘરે લઈ ગયા હતા ગણતરીના કલાકોમાં મહિલાના શરીરમાં ઝેર પ્રસરી જતા મહિલાએ દમ તોડી દેતા પરિવારજનો પાસે પસ્તાવો અને આક્રંદ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો મહિલાને અંધશ્રદ્ધા ભરખી જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી